Proud of Gujarat
FeaturedGujaratINDIA

જંબુસર તાલુકાના એસ. ટી. ડેપોમાં પૈસાની લેવડદેવડ અંગે એક ઈસમ પર ચપ્પુ વડે હુમલો.

Share

કોરોના મહામારીના અનલોક બાદ ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા ના જાણે કે ધજાગરા ઉડી રહ્યા હોય તેમ એક બાદ એક હત્યા સહિતની ઘટનાઓએ પોલીસ વિભાગને દોડતું કરી મુક્યું છે, જિલ્લામાં જાણે કે પોલીસનો ખોફ જ ન રહ્યો હોય તેમ ગુનેગારો ગુનાની ઘટનાઓને અંજામ આપતા અચકાતા ન હોય તેમ ચકચારી ઘટનાઓ દીવસેને દિવસે સામે આવી રહી છે.

ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ એલ ઘટનાનું પગેરું શોધે ત્યાંતો બીજી ઘટના સામે આવી રહી હોય તે પ્રકારની સ્થિતિનું સર્જન છેલ્લા કેટલાય દીવસોથી સામે આવી રહ્યા છે, જ્યાં હત્યા જેવા બનાવોનો ગ્રાફ છેલ્લા એક માસમાં વધી ગયું હોય તેમ લાગી રહ્યું છે.

Advertisement

આજરોજ બપોરના સમયે હત્યા કરવાની હોનારત સર્જાય હતી. હુમલાખોરોને જાણે હવે કોઈ ભય જ નથી રહ્યો તેમ ખુલ્લેઆમ ચપ્પુ તેમજ ગન લઈને છડેચોક ફરતા થઈ ગયા છે. જંબુસર એસ.ટી ડેપોમાં એક યુવક પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો.

મળતી માહીતી અનુસાર શહીદ સાજીદ ખલીફા નામના શખ્સના પેટમાં ચપ્પુ મારીને હુમલાખોર ફરાર થય ગયો હતો. જાણ થઈ હતી કે હુમલાખોરે 500 રૂપિયાની લેવડદેવડ અર્થે શાહિદ સાજીદ ખલીફાને એસ. ટી ડેપોમાં વચ્ચોવચ પેટમાં ચપ્પુ મારી દેતા ઇજા થતા જંબુસર રેફરલમા સારવાર માટે ખસેડવામાં આવ્યો. હાલ હુમલો કરમાર ઈસમ ફરાર થયો હતો. જેની જંબુસર તાલુકા પોલીસ દ્વારા શોધખોળ શરૂ કરી દેવામાં આવી રહી હતી.


Share

Related posts

નેત્રંગ પોલીસે આટખોલ ખાતે ચાલતા જુગારધામ પર રેડ કરી ૫ જુગારીઓને ઝડપી પાડયા.

ProudOfGujarat

છોટાઉદેપુર નગરની મોટી ગણાતી એસ.બી.આઇ બેન્કની બેદરકારીનાં અનેક કિસ્સાઓ સામે આવતા લોકોમાં રોષ…

ProudOfGujarat

મંદીના માહોલમાં ઉદ્યોગોને કોઈ વધારાની રાહત નથી મળી : બી એસ પટેલ, પ્રમુખ, પાનોલી ઉદ્યોગ મંડળ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!