Proud of Gujarat
FeaturedGujaratINDIA

જંબુસર તાલુકાનાં કંબોઇ ખાતે આવેલ સ્તંભેશ્વર મંદિર કોરોના અંતર્ગત બંધ કરવામાં આવ્યું.

Share

હાલમાં ગુજરાતમાં દિવસે દિવસે કોરોના સંક્રમણનું પ્રમાણ વધી રહેલ હોય, જે અનુસંધાને ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં આવેલ કાવી કંબોઈ ખાતેનું સ્તંભેશ્વર મહાદેવ મંદીર અનિશ્ચિત સમય માટે શ્રધ્ધાળુઓ માટે બંધ કરવામાં આવ્યુ છે. મંદિરના ગાદીપતિ = વિધ્યાનંદાજી મહારાજે એક જાહેર નિવેદન કરીને જણાવ્યુ છે કે કાવી કંબોઈ સ્તંભેશ્વર મહાદેવનું મંદિર અનિશ્ચિત સમય સુધી બંધ રાખવામાં આવશે. કોરોના સંક્રમણને લઇને આ નિર્ણય લેવામાં આવ્યો છે. જે બાબતે તમામ ભક્તોએ નોંધ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે સ્તંભેશ્વર મહાદેવ મંદિર દક્ષિણ ગુજરાતનું સોમનાથ ગણાય છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

અમદાવાદના પ્રખ્યાત મણિનગરના દાસ ખમણના ચટણીમાંથી જીવડા નીકળતા ગ્રાહકોમાં ભારે રોષ.

ProudOfGujarat

ભરૂચની મહિલા પાસે ફોન પર ATMની વિગતો મેળવી 90 હજારની ઠગાઇ..

ProudOfGujarat

અભિનેત્રી ઉર્વશી રૌતેલા રૂ. 10 લાખનો ડિઝાઈનર આઉટફિટ પહેરી દર્શકોનું ધ્યાન ખેંચ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!