Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

જિલ્લા પુરવઠા અધિકારી ધ્‍વારા દુકાનનો પરવાનો ૯૦ દિવસ માટે સસ્‍પેન્‍ડ કરવામાં આવ્‍યા

Share

મામલતદારશ્રી જંબુસર ધ્‍વારા જંબુસર તાલુકાના દહેગામ ગામ ખાતે આવેલ ગોપાલક મંડળીની દુકાનની રેશનકાર્ડ ધારકોની વ્‍યાપક ફરિયાદોને ધ્‍યાને લઇ તપાસણી કરતાં અનિયમિતતા જણાતા ગોપાલક મંડળીની દુકાનનો પરવાનો જિલ્લા પુરવઠા અધિકારી ધ્‍વારા ૯૦ દિવસ માટે સસ્‍પેન્‍ડ કરવામાં આવેલ છે તેમજ મુજબ મામલતદારશ્રી ભરૂચના ચાર્જમાં આવેલ પ્રોબેશનર(આઇ.એ.એસ.) અધિકારીશ્રી ધ્‍વારા ભરૂચ શહેરના વેજલપુર વિસ્‍તારમાં આવેલ નિલેશ આર. મહેતાની દુકાનની કરાયેલ રેગ્‍યુલર તપાસણી કરતાં અનિયમિતતા જણાતાં ભરૂચ શહેરના વેજલપુર વિસ્‍તારમાં આવેલ નિલેશ આર. મહેતાની દુકાનનો પરવાનો પણ ૯૦ દિવસ માટે સસ્‍પેન્‍ડ કરવામાં આવેલ છે.

વધુમાં આ દુકાનની ૧૦૦% તપાસણી કરવાનો હુકમ પણ કરવામાં આવેલ છે. જે તપાસણી થયા બાદ આખરી હુકમ કરવામાં આવશે એમ જિલ્લા પુરવઠા અધિકારી ભરૂચે જણાવેલ છે.

Advertisement

Share

Related posts

ભરૂચમાં નગરપાલિકા કર્મચારીઓના આંદોલનથી શહેરમાં રહ્યું આજે પાણી કાપ, આવતી કાલે માર્ગો પર અંધાર પટ.

ProudOfGujarat

વેડચના ઉચ્છદ ગામમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

ProudOfGujarat

પીઆઇ સોનારાની બદલી ૨૪ કલાકમાં રોકોઃ આહિર સમાજ

ProudOfGujarat
error: Content is protected !!