હાલ ઠેરઠેર કોરોનાનો કાળો કેર વર્તાઇ રહ્યો છે દરેક જીલ્લાઓમાં કોરાના પોઝિટિવ કેસોની સંખ્યામાં મોટાપાયે વધારો કૂદકેને ભૂસકે વધી રહ્યો છે. ગુજરાત સરકાર પણ ચિંતિત બની છે અને ઠેર ઠેર ગુજરાતની જનતા માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ તથા સેનિટાઈઝરનો ઉપયોગ કરે તેવા પ્રયત્નો હાથ ધરાયા છે.
વધુને વધુ આ અંગે લોકોમાં જાગૃતતા આવે તે માટે મામલતદાર જંબુસર જી કે શાહ તથા નગરપાલિકા સ્ટાફ સાથે મળી જંબુસર બજારમાં ફરી દુકાને દુકાને માસ્ક અને સોશિયલ ડિસ્ટન પાલન કરાવવા અને સેનિટાઈઝરનો ઉપયોગ કરાવવા દુકાન માલિકો તથા હાજર ગ્રાહકોને જણાવતા હતા. આગામી દિવસમાં જંબુસર શહેરમાં ચાર ટીમો બનાવી દરેક વિસ્તારોમાં જઈ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના કડક પાલન કરાવવામાં આવશે તેમ મૌખિક જણાવ્યું હતું દુકાનદારો અને ગ્રાહકોએ પોતાની ફરજ સમજી પોતાના સ્વાસ્થ્યની ચિંતા કરી કોરોના ગાઇડલાઇનનું પાલન કરાવવું જરૂરી છે.
જંબુસર મામલતદાર અને નગરપાલિકા દ્વારા બજાર વિસ્તારમાં જનતાને માસ્ક પહેરવા સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા વિનંતી કરાઇ.
Advertisement