Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : જંબુસર પાંજરાપોળ પટેલ ખડકીમાં ધુળેટી પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં છે… જાણો.

Share

જંબુસર શહેરની પાંજરાપોળ પટેલ ખડકીમાં હોળીના દિવસે ઇલ્લાજીની માટીની પ્રતિમા બનાવી ધુળેટીના દિને સવારે પૂર્વજોની પરંપરા મુજબ ઇલ્લાજીની સ્મશાનયાત્રા કાઢવામાં આવે છે જેમાં યુવાઓ ભાઇઓ બહેનો જોડાઈ છે.

જંબુસર પાંજરાપોળ વિસ્તારની પટેલ ખડકીમાં બાપ દાદાની પેઢીથી પરંપરાગત હોળી પર્વની ઉજવણી કરવામાં આવે છે અને પરંપરા મુજબ હોળીના દિવસે તળાવની માટીમાંથી ઇલ્લાજીની પ્રતિમા બનાવવામાં આવે છે અને ફળિયાના યુવાનો દ્વારા તેને જરૂરિયાત મુજબ ધાણી ચણા સહિતનો ભોગ ધરાવવામાં આવે છે અને ધુળેટીના દિવસે સવારે પટેલ ખડકી તથા આજુબાજુ ખડકીના લોકો એકત્ર થઈ નનામીમાં સુવડાવી ફૂલહાર ચઢાવી આરતી કરી સ્વજનની જેમ સ્મશાનયાત્રા કાઢી વિદાય આપવામાં આવે છે. લોકવાયકા મુજબ ઇલ્લાજી હોલીકાનો પ્રેમી હતો. હોળીના દિવસે હોલિકા અગ્નિમાં ભસ્મીભૂત થાય છે બીજા દિવસે ઇલ્લાજી લગ્ન કરવા માટે હિરણ્યકશ્યપને ત્યાં જાય છે અને જુએ છે તો હોલિકાનું દહન થઈ ગયું હતું અને રાખ જોઈ તે ખૂબ દુઃખી થાય છે તેનું મન વિચલિત થયું અને ભાવવિભોર બની તે રાખમાં ખુબ જ આળોટે છે અને અલગ અલગ કલરના ઉત્પન્ન થાય છે અને ત્યારથી જ આ ધૂળેટીના પાવન પર્વની ઉજવણી કરવામાં આવે છે તેમ પાંજરાપોળ પટેલ ખડકીના યુવાનોએ જણાવ્યું હતું. ઇલ્લાજીની સ્મશાનયાત્રામાં યુવાઓ ભાઈઓ બહેનો જોડાયાં હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ તાલુકા પંચાયતનાં પ્રમુખનું કોરોનાની સારવાર દરમિયાન મોત નીપજયું.

ProudOfGujarat

અંકલેશ્વર : મોડેમોડે જાગૃત બનેલા તંત્રએ આખરે માર્ગો ઉપર પેચિંગ કામગીરી શરૂ કરી, ઠેરઠેર ખાડાથી અત્યારસુધી થઇ હતી જનતા પરેશાન..!

ProudOfGujarat

ભરૂચ નગર પાલિકાના કર્મચારી કોરોના પોઝીટિવ આવ્યા બાદ તેના પરિવારના અન્ય સભ્યો પર કોરોના પોઝીટિવ આવતા ખળભળાટ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!