જંબુસર નગર ટંકારી ભાગોળ સિકોતર માતાજીના મંદિર પાસે પાણીની લાઇનમાં લીકેજ થતા ચોમાસું જેવો માહોલ સર્જાયો હતો. જેના પગલે રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો.
મળતી માહિતી અનુસાર જંબુસર નવયુગ વિદ્યાલયના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે જણાવ્યું હતું કે નગરપાલિકા તંત્ર હંમેશા પ્રજાજનોનાં પ્રશ્નોનો કાયમી ઉકેલ લાવવામાં નિષ્ફળ રહ્યું છે. ભર શિયાળે વરસાદી માવઠું હોય કે ડ્રેનેજ પાણીની લાઇન હોય કે પછી ઉભરાતી ગટરો ગંદકીની દુર્ગંધ હંમેશા પ્રજાજનોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. નગરપાલિકાના સત્તાધીશો દ્વારા હમેશા મોટી મોટી વાતો કરવામાં આવે છે તો શું?? નગરપાલિકાના સત્તાધીશો દ્વારા પ્રજાજનોની સમસ્યાઓનો ઉકેલ લાવશે કે પછી કુંભકર્ણની જેમ મીઠી નીંદરમાં રહશે ?..
Advertisement