Proud of Gujarat
GujaratFeaturedINDIA

જંબુસર જી.ઈ.બી. નાં લાઈનમેનનું વયનિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો.

Share

જંબુસર દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ રૂરલમાં લાઇનમેન તરીકે ફરજ બજાવતા રશ્મિકાંત કંચનલાલ શાહ જેઓની તારીખ ૩૧/૧/૨૧ ના રોજ વયનિવૃત્તિ થતી હોય તેમનો વિદાય સમારંભ જી.ઇ.બી કચેરી ગ્રાઉન્ડ ખાતે રાખવામાં આવ્યો હતો.

જેઓ ૧૯૮૭ માં કોસંબા ખાતે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ તરીકે નોકરીમાં દાખલ થયાં હતાં અને ૧૯૯૨ માં જંબુસર ટાઉનમાં આસીસ્ટન્ટ લાઈનમેન અને ત્યારબાદ લાઈનમેનના પ્રમોશન બાદ પરત જંબુસર આવ્યા લાઈનમેન આર.કે શાહ ૩૧/૧/૨૧ ના રોજ વયનિવૃત્ત થતાં હોય તેમનો વિદાય સમારંભ જંબુસર મત વિસ્તાર ધારાસભ્ય સંજયભાઇ સોલંકીની અધ્યક્ષતામાં કચેરી કમ્પાઉન્ડમાં રાખવામાં આવ્યો હતો જેમાં એ જી વી કે એસ યુનિયન ભૂતપૂર્વ નાયબ પ્રમુખ ઈશ્વરભાઈ વણકર નાયબ ઇજનેર એસ.એમ પરમાર મયુરભાઇ બારોટ જે.ઈ ચિરાગ શાહ હાજર રહ્યાં હતાં. ઉપસ્થિતો દ્વારા આર.કે શાહને ગુલદસ્તો આપી શાલ અને મોમેન્ટો આપી સન્માનિત કરાયા હતા અને તેઓની જીવન ઝરમર જણાવી હતી તેઓનું નિવૃત્તિમય જીવન સુખ શાંતિ આનંદમય પસાર કરે પરિવાર કુટુંબ સાથે નિરોગી જીવન જીવે સમાજની સેવા કરી સમાજમાં નામના મેળવે અને ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભકામનાઓ ઉપસ્થિતો દ્વારા આપવામાં આવી હતી. વિદાય સમારંભમાં સ્ટાફમિત્રો, સરપંચો, શુભેચ્છકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.

Advertisement

Share

Related posts

શું વડાપ્રધાન રાજપીપળાની મુલાકાત લેશે ? જાણો વધુ.

ProudOfGujarat

ઉમરપાડા-ઉંચવણનાં ગ્રામજનોએ તા.૨૬ મી સુધી સંપુર્ણ લોકડાઉનનો નિર્ણય કર્યો.

ProudOfGujarat

અમદાવાદ – ટ્રાફિક ઝૂંબેશ અંતર્ગત દિવસમાં અંદાજે 2 લાખ દંડ વસૂલાય છે, 15 દિવસમાં 9500 થી વધુ કેસો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!