Proud of Gujarat
FeaturedGujaratINDIA

જંબુસર બહુજન રિપબ્લિક પાર્ટી દ્વારા ખેડૂતોના સમર્થનમાં આવેદનપત્ર આપવામાં આવ્યું.

Share

ભારત સરકાર દ્વારા કૃષિ કાયદા અમલમાં આવ્યા બાદ સમગ્ર ભારતભરમાંથી પંજાબ દિલ્હી બોર્ડર પર છેલ્લા ૪૫ દિવસ ઉપરાંત થઇ ગયા હોવા છતાં આંદોલન ચાલી રહ્યા છે આંદોલનનાં પગલે ખેડૂત જગત રોડ પર ઉતરી આવ્યો છે તેવામાં ભારત દેશમાં તમામ રાજ્યોમાં ખેડૂતોના સમર્થનમાં અનેક જુદા જુદા સંગઠનો જોડાઈ રહ્યા છે. તેવામાં જંબુસર બહુજન રિપબ્લિકન પાર્ટી દ્વારા ખેડૂતોને સમર્થન કરતું આવેદન મામલતદારને પાઠવયું હતું.

કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ કાયદાને લાગુ કર્યા બાદ કિસાનોનાં સમર્થનમાં સમગ્ર ભારતમાં ખેડૂતો તેમજ વિવિધ સંસ્થાઓ આંદોલનના માર્ગે ઉતર્યા છે ત્યારે ભરૂચ જિલ્લામાં પણ ખેડૂતોને પાયમાલ કરવાના કાળા કાયદાને રદ કરવાની માંગ સાથે બહુજન રિપબ્લિકન પાર્ટી દ્વારા જંબુસર મામલતદારને આવેદન પાઠવી રજૂઆત કરવામાં હતી તેમને જણાવ્યું હતું કે છેલ્લા ૪૫ દિવસ ઉપરાંત થઇ ગયા હોવા છતાં ભારત સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવતો નથી તેવામાં ખેડૂતો પંજાબ દિલ્હી બોર્ડર પર પોતાનું કામ છોડી આંદોલનના કરી રહ્યા છે તેવામાં કેન્દ્ર સરકારદ્વારા કૃષિ કાયદાને પાછો લેવામાં આવે જેથી કરીને ખેડૂતોને પોતાનો હક્ક મળી રહે અને ખેડૂતો આંદોલનનો માર્ગ છોડી પાછા પોતાના ગામ વતન જઈને ખેતીકામ કરી કૃષિ ક્ષેત્રે વધુ પ્રગતિ કરે અને ઝડપથી દેશનો વિકાસ થાય ખેડૂતોના હિતમાં દેશનો વિકાસ જોડાયેલો છે જેથી કરી કેન્દ્ર સરકારે ખેડૂત વિરોધી કૃષિ કાયદો અમલમાં આવ્યો છે એ તાત્કાલિક પાછો ખેંચે તેવું મામલતદારને આવેદનપત્ર જણાવવામાં આવ્યું છે.

Advertisement

Share

Related posts

કોરોના સંકટથી ઉગારવા માટે હંમેશા લોકોની પડખે ઉભી રહી છે ‘કિટ’ જાણો વધુ

ProudOfGujarat

નેત્રંગ તાલુકામાં લોકશાહીના અવસરમાં વધુમાં વધુ લોકો મતદાન કરી સહભાગી બને તે માટે મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરાયું.

ProudOfGujarat

સુરત : પીપલોદમાં ગટર સાફ કરવા ઉતરેલ ત્રણ કામદારો ગૂંગળાઇ જવાથી બે ના મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!