Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

ઝઘડિયા:લીબું કાપવા જેવી નજીવી બાબતે મોટા ભાઈએ નાનાભાઈ ને ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો…

Share

દિનેશભાઇ અડવાણી

બનાવની વિગત જોતા ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઊમલ્લા ગામના દુઃવાઘપુરા ચંદનીયા ફળિયામાં રહેતા રંગીબેન કાંતિભાઈ વસાવા જેઓ ઘરકામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.તેમના પતિનું ૧૯ વર્ષ પેહલા જ મોત થયું હતું.તેમના ત્રણ સંતાનો પૈકી ૨ જોડિયા છોકરાઓ મોટો વિજયભાઈ વસાવા ઉમર વર્ષ ૨૧ તથા તેનાથી નાનો અજયભાઇ વસાવા ઉમર વર્ષ ૨૧ છે.

Advertisement

રંગીબેન તારીખ ૯-૬-૨૦૧૯ના રોજ પોતાના પિયર ડભાલ ગામે ગયા હતા.ત્યાં તારીખ ૧૧-૬-૨૦૧૯ ના રોજ રાત્રીના સાડા નવ વાગ્યાના અરસામાં તેમના ફળિયામાં રહેતા સલમાભાઈ બચુભાઈ વસવાનો રંગીબેન પર ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે તમારા બંને છોકરા વિજયભાઈ અને અજયભાઇ વચ્ચે ઝઘડો થયો છે અને વિજયભાઈએ અજયભાઈને પેટના ભાગે ચપ્પુ મારી દીધું છે અને અજય કઈ બોલતો નથી અને ઘરના પાછળના વાડામાં પડેલ છે.આ સાંભળી રંગીબેને સલમાભાઈને પોતાના પિયર લેવા માટે બોલાવ્યા હતા. જેથી સલમાભાઈ પોતાની મોટરસાયકલ પર રંગીબેનને લઇ રાત્રીના દસ વાગ્યાના અરસામાં પોતાના ઘરે પોહચી જોતા તેમનો મોટો છોકરો વિજય ઘરની બહાર ઓટલા પર બેસેલો હતો તેમજ ઘરની અંદર જઈ જોતા વાડામાં તેમનો નાનો છોકરો અજય જમીન પર પડેલ હતો જેને પેટના ડુંટી પાસે જમણી બાજુ ચપ્પુ વાગેલાના ઘા હતા અને તેને બોલાવતા કઈ બોલ્યો ન હતો.જેથી સાથે ઉભેલ સલમાભાઈ અને ફળિયામાં જ રહેતા મંજુલાબેન બચુભાઈ વસાવા સાથે મળી અજયને ઘરમાં લઇ આવી ગોદડી પર સુવડાવ્યો હતો અને ૧૦૮ એમ્બ્યુલન્સનો સંપર્ક કરવામાં આવ્યો હતો.૧૦૮ એમ્બ્યુલન્સના કર્મચારી દ્વારા તપાસ કરતા અજયને મૃત જાહેર કર્યો હતો.રંગીબેને આરોપી પોતાના મોટા છોકરા વિજયને બનાવ અંગે પૂછતાં તેણે જણાવ્યું હતું કે તે બંને ઘરના વાડાના ભાગે લીંબુના ઝાડ નીચે જમવા બેઠા હતા તે દરમિયાન લીંબુ કાપવા બાબતે બંને વચ્ચે બોલાચાલી અને ગાળા-ગાળી થઇ હતી.અજય મને ગાળો આપી રહ્યો હતો.ગાળો બોલવાની ના પાડતા અમારા બંને વચ્ચે ઝપા-ઝપી થઇ હતી અને વિજય દ્વારા આવેશ માં આવી હાથ મા રહેલું ચપ્પુ અજયને પેટના ભાગે મારી દીધું હતું અને અજય જમીન પર ઢળી પડ્યો હતો.આ બનાવની રંગીબેન દ્વારા પોલીસ ફરિયાદ કરાતા બનાવની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર જશવંતસિંહ બકોરભાઈ તડવી કરી રહ્યા છે.


Share

Related posts

એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકે ગ્રીન પ્રોજેક્ટ્સને સમર્પિત આવક સાથે પ્લેનેટ ફર્સ્ટ – એયુ ગ્રીન ફિક્સ્ડ ડિપોઝિટ રજૂ કરી

ProudOfGujarat

રાજપીપળા નગર પાલિકાનાં સફાઈ સૈનિકોને સફાઈકીટ અને ફુલહાર આપી સન્માન કરાયું.

ProudOfGujarat

સુરતના પાંડેસરા વિસ્તારમાં કાર રેલિંગ પર ચઢી જતાં અકસ્માત સર્જાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!