ઝગડિયાની સ્કૂલોને નિમ્નલિખિત આધાર આપશે
- 5 સ્કૂલોને ઈ–લર્નિંગ ટૂલ્સ
- આંગણવાડી સ્કૂલ, ફુલવાડીને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ટેકો
- સેલોડ સેકંડરી સ્કૂલને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ટેકો
ઝગડિયા, 3 મે, 2018: શિક્ષણના ક્ષેત્રમાં વૈશ્વિક સ્તરે તેની સીએસઆર (કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી)ની પહેલોની 10મી એનિવર્સરીના વર્ષની ઉજવણી કરતાં અગ્રણી સ્પેશિયાલ્ટી રસાયણોની કંપની લેન્ક્સેસ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડે ગુણવત્તાયુક્ત શૈક્ષણિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે મોટો આધાર આપતાં ઈન્ટરએક્ટિવ ઈ– લર્નિંગ ટૂલ્સ સાથે ઝગડિયામાં પાંચ સ્કૂલોને આધાર આપીને પ્રદેશ પ્રત્યે પોતાની કટિબદ્ધતા પર ફરી એક વાર ભાર આપ્યો છે. બે મહાપાલિકાની સ્કૂલો આંગણવાડડી સ્કૂલ, ફુલવાડી અને સેલોડમાં સેકંડરી સ્કૂલની ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓમાં સુધારણા લાવવા માટે કંપની પ્રયાસ કરે છે.
છેલ્લાં થોડાં વર્ષોમાં લેન્ક્સેસ સરકાર અને સ્થાનિક સમુદાયો સાથે આરોગ્ય અને શિક્ષણના ક્ષેત્રમાં વિવિધ સીએસઆર પહેલો હાથ ધરવા માટે નજીકની કામ કરી રહી છે. લેન્કસેસ માને છે કે શિક્ષણને ટેકો આપવો તે તેની અંતર્ગત જવાબદારી છે, કારણ કે કોઈ પણ વિકસતા દેશ માાટટેે તે જરૂરી બિલ્ડિંગ બ્લોક્સ નિર્માણ કરવા જેવું છે.
2017-18માં કંપનીએ ઝગડિયા અને તેની આસપાસના પ્રદેશમાં બહેતર શિક્ષણ પૂરું પાડવા માટે મુખ્ય સીએસઆર પહોંચ પ્રોજેક્ટોની પહેલ કરી હતી. લેન્કસેસે કક્ષામાં ઉત્તમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને એમિનિટીઝ પૂરી પાડીને મહાપાલિકાની સ્કૂલોના અપગ્રેડેશનમાં યોગદાન આપ્યું છે. કંપનીએ 3 મે, 2018ના રોજ ઉત્પલ કચ્છી, હેડ- સાઈટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, લેન્કસેસ ઝગડિયા અને સુંદર રાજન, હેડ- સીએસઆર, લેન્ક્સેસ ઈન્ડિયાની હાજરીમાં યોજાયેલા કાર્યક્રમમાં સીએસઆર પ્રોજેક્ટો પૂર્ણ કરવાની જાહેરાત કરી હતી.
લેન્કસેસે શિક્ષણ તંત્રમાં ટેકનોલોજી જોડવા માટે મજબૂત પગલું લીધું છે અને ઝગડિયામાં ફુલવાડી પ્રાઈમરી સ્કૂલ, કપાલસાડી પ્રાઈમરી સ્કૂલ, કપાલસાડી ગવર્નમેન્ટ સેકંડરી સ્કૂલ, સેલોડ પ્રાઈમરી સ્કૂલ અને સેન્ટ ઝેવિયર્સ હાઈ સ્કૂલ, ગુજરાતીમાં પાંચ સ્કૂલોમાં ઈન્ટરએક્ટિવ ઈ- લર્નિંગ ટૂલ્સ ગોઠવીને ડિજિટલ કલાસરૂમ પહેલોને ટેકો આપ્યો છે. ઈ- લર્નિંગ ટૂલ્સ શહેરી પ્રદેશોના વિદ્યાર્થીઓને જેનો લાભ મળે છે તે શિક્ષણમાં ટેકનોલોજિકલ આધુનિકતાઓ સાથે વિદ્યાર્થીઓને પરિચિત થવામાં મદદરૂપ થશે. આ ટૂલ્સસ વિદ્યાર્થીઓ માટે પ્રી- લોડેડ કન્ટેન્ટ ધરાવે છે, જે શૈક્ષણિક મંડળ સાથે અનુકૂળ છે. તે 2ડી અને 3ડી ગ્રાફિક્સ, વોઈસ ઓવર્સ અને ઈન્ટરએક્ટિવ કન્ટેન્ટ જેવી વર્ચ્યુઅલ પ્રવૃત્તિઓ સાથે લોડેડ હોય છે અને વિદ્યાર્થીઓ તથા શિક્ષકોને મૂળભૂત સંકલ્પના સમજાવવામાં અને સમજવામાં મદદરૂપ થાય છે. આ પ્રોજેક્ટ ડિજિટલ ભાવિના લેન્કસેસના ધ્યેયની રેખામાં છે અને ડિજિટલી સશક્ત રાષ્ટ્ર નિર્માણ કરવા સરકાર હાલ પ્રયાસો કકરી રહી છે તેની સાથે સુમેળ સાધે છે.
ફુલવાડી અને સેલોડમાં લેન્કસેસે બાળકો માટે સ્કૂલની ઈમારત અને રમવાની જગ્યાના નવીનીકરણની પહેલો હાથ ધરાઈ હતી અને વોટરકૂલર, સીલિંગ પંખા, ટોઈલેટ બ્લોક્સ જેવી વિવિધ સુવિધાઓ, સ્કૂલ ગેટનું સમારકામ અને બાઉન્ડરી વોલના પેઈન્ટિંગ વગેરેનો સમાવેશ થાય છે.
આ અવસરે બોલતાં ઉત્પલ કચ્છીએ જણાવ્યું હતું કે દરેક અર્થમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ સક્ષમ આર્થિક વિકાસ હાંસલ કરવામાં નોંધનીય ભૂમિકા ભજવે છે અને કોઈ પણ દેશ શિક્ષણમાં પૂરતા રોકાણ વિના આર્થિક અને સામાજિક પ્રગતિ સંરક્ષિત નહીં કરી શકે. આથી શિક્ષણની વૃદ્ધિને માર્ગ આપી શકતી પહેલો હાથ ધરવા આપણે કામ કરીએ તેની ખાતરી રાખવાની આપણી સ્વાભાવિક જવાબદારી બની જાય છે, જે નિશ્ચિત જ ઝગડિયા અને આસપાસના વિસ્તારોના લોકોના જીવનમાં હકારાત્મક અને અર્થપૂર્ણ પરિવર્તન લાવશે.
લેન્કસેસ વિશે
લેન્કસેસ 2016માં 9.7 અબજ યુરોના વેચાણ અને 25 દેશોમાં 19,200 કર્મચારીઓ સાથે અગ્રણી સ્પેશિયાલ્ટી કેમિકલ્સ કંપની છે. કંપની હાલમાં વૈશ્વિક સ્તરે 74 નિર્માણ સાઈટ્સનું પ્રતિનિધિત્વ કરે છે. લેન્કસેસનો મુખ્ય વેપાર કેમિકલ ઈન્ટરમિજિયરીઝ, સ્પેશિયાલ્ટી કેમિકલ્સ અને પ્લાસ્ટિક્સનો વિકાસ, ઉત્પાદન અને માર્કેટિંગનો છે. સાઉદી આરામકો સાથે સંયુક્ત સાહસ આર્લેન્ક્સિયો થકી લેન્કસેસ સિન્થેટિક રબરની અગ્રણી પુરવઠાકાર પણ છે. લેન્કસેસ અવ્વલ સસ્ટેનેબિલિટી ઈન્ડાઈસીસ ડોવ જોન્સ સસ્ટેનેબિલિટી ઈન્ડેક્સ (ડીજેએસઆઈ વર્લ્ડ) અને એફટીએસઈ4ગૂડમાં પણ લિસ્ટેડ છે.
ભાવિમાંડોકિયુંકરતાંનિવેદન
આ કંપનીની યાદીમાં કંપની અથવા તૃતીય પક્ષના સ્રોતોએ આપેલી ધારણાઓ, અભિપ્રાયો, અપેક્ષાઓ અને મતો સહિત અમુક ભાવિમાં ડોકિયું કરતાં નિવેદનોનો સમાવેશ થાય છે. વિવિધ જ્ઞાત અને અજ્ઞાત જોખમો, અનિશ્ચિતતાઓ અને અન્ય પરિબળો લેન્કસેસ એજીનાં વાસ્તવિક પરિણામો, નાણાકીય સ્થિતિઓ, વિકાસ અથવા કામગીરીને વ્યક્ત કરાયેલા અથવા અહીં લાગુ અંદાજોથી સામગ્રીની રીતે ભિન્ન તારવી શકે છે. લેન્ક્સેસ એજી આવાં અંતર્ગત ભાવિમાં ડોકિયું કરતાં નિવેદનો ભૂલોથી મુક્ત છે એવી ધારણાની બાંયધરી લેતી નથી અથવા આ પ્રસ્તુતિકરણમાં વ્યક્ત અથવા વિકાસના વરતારોના વાસ્તવિક ઉદભવવા પર વ્યક્ત અભિપ્રાયોની ભાવિ અચૂકતા માટે કોઈ પણ જવાબદારી સ્વીકારતી નથી. અહીં સમાવિષ્ટ કોઈ પણ ભૂલો, છેકછાક કે ગેરનિવેદન કોઈ પણ રીતે સ્વીકારવાનું કોઈ ઉત્તરદાયિત્વ અને અહીં સમાવિષ્ટ કોઈ પણ માહિતી, અંદાજો, લક્ષ્યો અને અભિપ્રાયો પર આધાર રાખવો નહીં અને તે માટે આલંખન કે વોરન્ટી (વ્યક્ત કે લાગુ) કરાયા નથી અને તે અનુસાર લેન્ક્સેસ એજી કે તેની કોઈ પણ સંલગ્નિત કંપનીઓ કે કોઈ પણ આવી વ્યક્તિના અધિકારીઓ, ડાયરેક્ટરો કે કર્મચારીઓ આ દસ્તાવેજના ઉપયોગથી પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ જે પણ ઉદભવે તે કોઈ પણ ઉત્તરદાયિત્વ સ્વીકારતી નથી.