ઇટોલા ગામ ના જ સરપંચ અને ડે. સરપંચ ગંભીર બેદરકારી આવી સામે. વડોદરા જિલ્લા ના પોર નજીક ઇટોલા ગામ આવેલું છે. અને ગામ માં 4000 થી વસ્તી ધરાવતું આ ગામ છે. અને ગામના સરપંચ અને ડે. સરપંચ વિરુદ્ધ માં પ્રજા મેદાન માં આવી છે. ગામ ના સરપંચ કિરણ ભાઈ બાબુ ભાઈ પટેલ અને ડે. સરપંચ સંજય ભાઈ પટેલ ભાન ભૂલી ગયા લાગે છે. ભૂલી ગયા કે ગ્રામપંચાયત ચૂંટણી દરમિયાન આ એજ પ્રજા છે કે તમને જીતી ના લાવી છે ખોબે ખોબા મત આપ્યા છે આજે સરપંચ કિરણ ભાઈ પ્રજાની સાથે દાદાગીરી કરવામાં આવે છૅ. અને પ્રજા એટલા માટે ચૂંટી લાવે છે કે ગામ પ્રજાની વાત સાંભળે અને પ્રજા ના વિકાસ ના કામો કરે . ઇટોલા માં તો સરપંચ કિરણ ભાઈ અને ડે. સરપંચ સંજય ભાઈ પટેલ પ્રજા રજુઆત કરવાં જાય તો પ્રજા ને જાતિવાદ શબ્દો નું ઉચ્ચારણ કરી ઝઘડા ના મૂળ માં આવી જાય છૅ.
વિગત….
ઇટોલા ગામ માં વસાવા ફળિયા માં ભાથીજી મંદિર પાસે ના વિસ્તાર માં પીવાના પાણીમાં માં ભંગાણ થતા વસાવા ફળિયા માં રોગચાળો ફાટી નીકળ્યો છૅ. આજરોજ ઇટોલા વસાવા ફળિયા માં રહેતી માહિલાવો ઇટોલા ગ્રામ પંચાયત માં રજુઆત કરવા જતાં હતાં દરમિયાન પંચાયત ની બાજુ માં ખુલ્લી જગ્યા માં સરપંચ કિરણભાઈ બાબુભાઇ પટેલ અને ડે.સરપંચ સંજય ભાઈ પટેલ હાજર હતા.તે દરમિયાન પ્રજા ની વાત સાંભળ વાની જગ્યાએ ઝઘડા ના મૂળ માં આવી ગયા હતા. અને માહિલાવો નો અવાજ દબાવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જાતિવાદ શબ્દો બોલી તેમનું અપમાન કરવામાં આવ્યું હતું. ઇટોલા વસાવા ફળિયામાં ભાથુંજી મંદિર પાસે આજે 6 દિવસ થી દૂષિત પાણી આવે છે અને ગામના સરપંચ ખાલી તમાસો જોવે છે. અને ઇટોલા વસાવા ફળિયામાં ૬/૬/૧૮ ના રોજ દૂષિત પાણી પીવાથી વસાવા ફળિયામાં રહેતા સંજય ભાઈ વસાવા નો પુત્ર જયદીપ ભાઈ સંજય ભાઈ વસાવા નું મરણ પામ્યો હતો. તેની ઉમર આશરે ૭ વર્ષ ની છૅ અને હજુ કેટલાક બાળકો પ્રાઇવેટ હોસ્પિટલ માં એડમિટ છે અને કેટલાક બીમાર પણ છે. ૬દિવસ થયાં હોવા છતાં ઇટોલા ગ્રામ પંચાયત ના સરપંચ કિરણ ભાઈ પટેલ અને ડે. સરપંચ સંજય ભાઈ પટેલ કોઈ પણ જાત ના પ્રજાની હિત માં પગલાં લેવામાં રસ નથી. ઇટોલા ગ્રામપંચાયત ના સરપંચ કિરણ ભાઈ પટેલ અને ડે. સરપંચ સંજય ભાઈ પટેલ રાહ જોઈ રહ્યા છે કે હજુ બીજા કોઈ બાળક નો જીવ જાય તેની રાહ જોઇ તેની વાત જોતા હોય તેમ લાગી રહ્યું છે કે શુ ? તેતો આવનાર સમય બતાવશે તેવો ગ્રામજનો આક્ષેપ છે અને ઇટોલા વસાવા ફળિયામાં રહેતા એક અગ્રણી એ મીડિયા ને માહિતી આપી હતી થોડા દિવસ પહેલા ગ્રામપંચાયત માં ગ્રામ સભા હતી તે દરમિયાન તેમાં પણ દૂષિત પાણી વિશેની વાત કરવામાં આવી હતી. જાડી ચામડી ના આ સરપંચો પ્રજા ઓ નું સાંભળતા નથી. વધુ માં ઇટોલા વસાવા ફળિયા રહેતી બહેનો નો આક્ષેપ છે કે અહીં ઇટોલા વસાવા ફળિયા માં ખુલ્લેઆમ દેશી દારુ નું વેચાણ થાય દેશી દારૂ પીવાથી જવાન ભાર જેવા બાળકો મૃત્યુ પામ્યા છે. અને જવાન બહેનો વિધવા થવાનો વારો આવે છે દેશી દારૂ ના બુટલેગર ને અમે બંદ કરવા અવાજ ઉઠાવીએ તો અમારી ઉપર હુમલા કરે છે. ઇટોલા વસાવા ફળિયા માં દારૂ બંદ થાય તેવી લોકમાંગ ઉઠી છે. આ બાબતે ગામ ના સરપંચ કિરણ ભાઈ પટેલ ને જણાવતા આ બાબતે હું નહીં પડું તમે તમારી રીતે બંદ કરાવી દો શુ ગામના સરપંચ ની જવાબદારી નથી કે દેશી દારૂ બંદ કરાવી શકે. તે પણ વિચારવા જેવી વાત છે. આજરોજ વસાવા સમાજ ૨૦થી૨૫ જેટલી બહેનો ગ્રામ પંચાયત રજુઆત કરવા માટે જતી હતી તે દરમિયાન સરપંચ દ્વ્રારા ટોળું રોકવામાં આવેલું અને બહેનો જોડે ઝગડા મૂળમાં આવી ગયા હતા. અને આ બાબતે અમારા પ્રતિનિધિ કવરેજ કરતા હતા તે દરમિયાન સરપંચ કિરણ ભાઈ બાબુભાઇ પટેલ અને ડે. સરપંચ સંજય ભાઈ પટેલ બહેનો જોડે સરપંચ ની દાદા ગિરી કરતા હતા તેવું વર્તન કરવામાં આવ્યું તે અમારા કેમેરામાં દ્રષ્યો કેદ થયા હતા. અને અમારા પ્રતિનિધિ હિતેશ પટેલ ને અપશબ્દ બોલી તેમને પણ અપમાનિત કરવામાં આવ્યા હતા. અને આ ઘટના નું કવરેજ કરીને હિતેશ પટેલ પોતાના ઘરે જતા હતા.તે દરમિયાન રસ્તા માં ઇટોલા ગામ ના ડે. સરપંચ સંજય ભાઈ દ્વ્રારા પટેલ રિપોર્ટર હિતેશ પટેલ મોબાઈલ ફોન.9712543194 ઉપર ફોનમાં વાત કરવામાં આવી હતી કે ઇટોલા પંચાયત ઉપર મળવા આય અમે 10 15 ભેગા મળી બેઠા છે.અને મળવા ના આવુ હોઈ તો ઇટોલા સમાચાર ના બતાવતો તેવી ધમકી આપવામાં આવી હતી. પોતાની કાળી કરતૂતો સામે આવી તો પત્રકાર ને ધમકી આપવામાં આવી હતી.
ઇટોલા અમારી ચેનલ માં અહેવાલ બાદ ગામના સરપંચ જાગશે કે શુ? તેતો આવનાર સમય બતાવશે.
જુવો અમારો વીસેશ અહેવાલ આજે રાતે
પોર રિપોર્ટર…
હિતેશ પટેલ…
મો.9712543194
ફેક્ટ ફાઇન્ડર ન્યૂઝ ચેનલ