1947 માં જ્યારે ભારત-પાકિસ્તાનના ભાગલા થયા ત્યારે 12.9% હિંદુ લઘુમતી ઈસ્લામિક દેશ પાકિસ્તાનમાં રહી હતી. હાલ સમય અને સંજોગો બદલાયા છે અને 75 વર્ષમાં હિન્દુ લઘુમતીઓની વસ્તી પણ બદલાઈ ગઈ છે. પાકિસ્તાનની કુલ વસ્તીમાં આ વસ્તીનો હિસ્સો 12.9% થી વધીને 2.14% થયો છે.
પાકિસ્તાનમાં હિન્દુ લઘુમતીઓની સ્થીતી સતત કથળી રહી છે. આ પ્રતિકૂળ સંજોગો વચ્ચે પાકિસ્તાનના હિન્દુ લઘુમતીઓ માટે એક સારા સમાચાર આવ્યા છે. પાકિસ્તાનમાં પહેલીવાર કોઈ હિન્દુ મહિલા ડીએસપી બની છે. આ મહિલા છે મનીષા રૂપેતા. મનીષા પાકિસ્તાનમાં ડીએસપી તરીકે નિયુક્ત થનારી પ્રથમ હિન્દુ મહિલા છે. તેણે સિંધ સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરીને અને તાલીમ લીધા બાદ આ સિદ્ધિ હાંસલ કરી હતી.
મનીષા સિંધના પછાત અને નાના જિલ્લા જાકુબાબાદની છે. અહીંથી તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મેળવ્યું. તેના પિતા જાકુબાબાદમાં વેપારી હતા. મનીષા જ્યારે 13 વર્ષની હતી ત્યારે તેનું અવસાન થયું હતું.
મનીષાની માતાએ સખત મહેનત કરીને પોતાના પાંચ બાળકોને એકલા હાથે ઉછેર્યા. બાળકોના સારા ભવિષ્ય માટે તે કરાચી આવી હતી. મનીષાએ પાકિસ્તાની મીડિયાને પોતાના સંઘર્ષની કહાની સંભળાવી. તેમણે કહ્યું કે, તે દિવસોમાં જકુબાબાદમાં છોકરીઓને ભણાવવા અને લખવાનું વાતાવરણ નહોતું. જો કોઈ છોકરીને શિક્ષણમાં રુચી હોય તો તેને માત્ર મેડિકલનો અભ્યાસ કરવા યોગ્ય ગણવામાં આવતી હતી. મનીષાની ત્રણ બહેનો MBBS ડોક્ટર છે, જ્યારે તેનો એકમાત્ર અને નાનો ભાઈ મેડિકલ મેનેજમેન્ટ કરી રહ્યો છે.
મનીષા કહ્યું છે કે, ‘મેં પણ ડોક્ટર બનવાની કોશિશ કરી હતી, પરંતુ ઓછા નંબરના કારણે મને MBBS માં એડમિશન ન મળ્યું. આ પછી મેં ડોક્ટર ઓફ ફિઝિકલ થેરાપીની ડિગ્રી લીધી. મારા અભ્યાસ દરમિયાન, હું કોઈને જાણ કર્યા વિના સિંધ પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષાની તૈયારી કરતી રહી. મેં પરીક્ષામાં 16 મો રેન્ક મેળવ્યો પછી એકંદરે 438 અરજદારો સફળ થયા.