Proud of Gujarat
GujaratFeaturedINDIA

મલ્ટીપ્લેક્ષમાં કેમ મોંઘી મળે છે પોપકોર્ન, જાણો PVR ના એમડીએ શું કહ્યું.

Share

દરેક ભારતીય પરિવાર સિનેમા હોલમાં જઈને ફિલ્મની મજા માણવા માંગે છે. પરંતુ તાજેતરના વર્ષોમાં સિનેમા હોલમાં ફિલ્મો જોવુ ખિસ્સા પર ભારે પડી રહ્યું છે. કારણ કે કોરોના કાળ પછી મૂવીની ટિકિટો મોંઘી થઈ ગઈ છે સાથે જ મલ્ટીપ્લેક્ષમાં મળતા નાસ્તા પણ ખૂબ મોંઘા થઈ ગયા છે અને વીકએન્ડમાં ફિલ્મો જોવા જવાનું ખિસ્સા પર વધુ ભારે પડે છે. ચાર જણના પરિવાર માટે મલ્ટીપ્લેક્ષમાં ફિલ્મ જોવા માટે 1500 થી 3000 રૂપિયાનો ખર્ચ થાય છે.

જ્યારે પણ ફેમિલી મલ્ટીપ્લેક્ષમાં ફિલ્મ જોવા જાય છે, ત્યારે પોપકોર્ન તેમનો પ્રિય સ્નેક્સ છે. પરંતુ મોંઘી પોપકોર્ન લોકોની પહોંચની બહાર બની રહી છે. જેના કારણે મલ્ટીપ્લેક્ષ લોકોના નિશાના પર છે. પરંતુ પીવીઆરના એમડી અજય બિજલીએ પણ આ મુદ્દે સ્પષ્ટતા આપી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ તેમણે જણાવ્યું કે પોપકોર્ન મોંઘા હોવાની ટીકા કરવી યોગ્ય ન ગણી શકાય. પરંતુ મલ્ટિપ્લેક્ષમાં મળતા ફૂડ એન્ડ બ્રવેરજના ભાવમાં કોઈ ફેરફાર કરી શકાશે નહીં.

Advertisement

તેમણે જણાવ્યું કે જ્યારે આપણે સિંગલ સ્ક્રીનથી મલ્ટીપ્લેક્ષ તરફ આગળ વધી રહ્યા છીએ, ત્યારે મલ્ટિપ્લેક્ષની ઓપરેશનલ કોસ્ટ વધી છે. આ મોંઘા ખર્ચને આવરી લેવા માટે નાસ્તાના ભાવમાં વધારો કરવો પડે છે. અજય બિજલીના કહેવા પ્રમાણે મલ્ટિપ્લેક્ષમાં ફૂડ એન્ડ બેવરેજનો બિઝનેસ 1500 કરોડ રૂપિયાનો છે. મલ્ટીપ્લેક્ષમાં ઘણી બધી સ્ક્રીન હોય છે, જેના કારણે ખર્ચ 4 થી 6 ગણો વધી જાય છે. મલ્ટીપ્લેક્ષમાં મલ્ટીપલલ પ્રોજેક્શન રૂમથી લઈ સાઉન્ડ સિસ્ટમ હોય છે, જેના પર વધારે ખર્ચ આવે છે.

જ્યારે હાલના સમયમાં સતત ફ્લોપ થઈ રહેલી હિન્દી ફિલ્મોએ પણ મલ્ટીપ્લેક્ષ કંપનીઓની મુશ્કેલીમાં વધારો કર્યો છે. આમિર ખાનની લાલ સિંહ ચઢ્ઢા અને અક્ષય કુમારની રક્ષાબંધન ફ્લોપ રહી હતી. લાલ સિંહ ચઢ્ઢા 210 કરોડના ખર્ચે બની હતી પરંતુ બોક્સ ઓફિસ પર માત્ર 45 કરોડ જ કલેક્શન કરી શકી છે. રક્ષાબંધન પર 120 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો, જે અત્યાર સુધી માત્ર 35 કરોડ રૂપિયા એકત્ર કરી શકી છે. બોલિવૂડ ફિલ્મો પ્રત્યેની ઉદાસીનતાએ મલ્ટિપ્લેક્ષ કંપનીઓની ચિંતા પણ વધારી દીધી છે.


Share

Related posts

દિલીપ કુમારને અલવિદા: આવો હતો ટ્રેજેડી કિંગનો શાનદાર ફિલ્મી સફર.

ProudOfGujarat

અંકલેશ્વરનાં કાપોદ્રા પાટીયા નજીક આવેલ અગસ્તી-સર્વોદય સ્કુલમાં ધોરણ ૧૨માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થીએ બેંચ બદલવા જેવી નાની બાબતે માર મારતા મામલો પોલીસ મથકે પહોચ્યો છે

ProudOfGujarat

નડિયાદ ખાતે યોગીફાર્મમાં યોજેયેલ ગરબા કાર્યક્રમમાં ઈવીએમ – વીપેટ નિદર્શન યોજાયુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!