દેશમાં કોરોનાના કેસમાં ફરી ઉછાળો જોવા મળી રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડના 13,734 નવા કેસ સામે આવ્યા છે. જોકે, સક્રિય કેસોમાં તીવ્ર ઘટાડો થયો અને ઘટીને 1,39,792 પર આવી ગયો.
મંગળવારે સવારે 8 કલાકે અપડેટ થયેલા ડેટા અનુસાર, હવે કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 4,40,50,009 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 27 લોકોએ કોરોના સામે હાર માની છે. આ સાથે કુલ મૃત્યુઆંક પણ વધીને 5,26,430 થયો છે. છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસોમાં 4,197 નો ઘટાડો થયો છે. આ ઘટીને 1,39,792 થઈ ગયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, તે કુલ સંક્રમિતોના 0.32 % છે. રાષ્ટ્રીય કોવિડ રિકવરી રેટ 98.49 % છે.
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સોમવારે કોરોના સંક્રમણના 822 નવા કેસ સામે આવ્યા, જેથી સંક્રમ્ણ દર વધીને 11.41 % પર પહોંચી ગયો, જે ગત છ મહિનામાં સૌથી વધુ છે. સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર દિલ્હીમાં સોમવારે કોવિડ 19 થી બે લોકોના મોત થયા. ત્યારબાદ મહામારીના લીધે જીવ ગુમાવનાર લોકોની સંખ્યા વધીને 26,313 પર પહોંચી ગઇ છે. 822 નવા દર્દી મળવાથી દિલ્હીમાં અત્યાર સુધી સંક્રમિત થઇ ચૂકેલા લોકોનો આંકડો વધીને 19,56,593 થઇ ગયો.