‘રાષ્ટ્રીય ડોક્ટર દિવસ’ નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે દેશના તબીબી જગત સાથે સંકળાયેલા લોકોને સંબોધન કરશે. આ કાર્યક્રમનું આયોજન ભારતીય મેડિકલ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું છે. વડાપ્રધાને ટવીટ કર્યું હતું કે, કોવિડ-19 સામેની લડતમાં તેના તમામ ડોકટરોના પ્રયત્નો પર ભારતને ગર્વ છે. 1 જુલાઈએ રાષ્ટ્રીય ડોકટર્સ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
ત્રણ વાગ્યે હું ઈન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા આયોજિત કાર્યક્રમમાં ડૉક્ટર સમુદાયને સંબોધન કરીશ. દર વર્ષે 1 જુલાઈએ દેશભરમાં રાષ્ટ્રીય ડોકટર્સ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ દેશના મહાન તબીબ અને પશ્ચિમ બંગાળના બીજા મુખ્યમંત્રી ડૉ. બિધાનચંદ્ર રોયની જન્મદિવસ અને પુણ્યતિથિ છે. તેમની યાદમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
કોવીડ-19 મહામારી સામે લડવામાં ડોકટરોના સમુદાયની મહત્વની ભૂમિકા છે અને આ સમયે પણ, ડોકટરો તેમના જીવનને ધ્યાનમાં લીધા વિના રાષ્ટ્રની સેવામાં રોકાયેલા છે. વડાપ્રધાને તેમના સંબોધનોમાં આ માટે આગળની લાઈનો પર કામ કરતા ડોકટરો અને અન્ય લોકોની ઘણી વખત પ્રશંસા કરી છે. રવિવારે યોજાયેલ ‘મન કી બાત’ માં વડાપ્રધાને આ મહામારી દરમિયાન બીમાર લોકોની સેવા ચાલુ રાખતા તેઓની મદદ કરવા બદલ આઇએમએના તમામ ડોકટરોની પણ પ્રશંસા કરી હતી. સાથે જ તેમણે કહ્યું હતું કે દર વર્ષની જેમ આ દેશમાં 1 જુલાઇએ ડોકટરોના યોગદાનને માન આપવા રાષ્ટ્રીય ડોકટર્સ દિવસની ઉજવણી કરવામાં આવશે. કોરોના રોગચાળાના બીજા મોજામાં અત્યાર સુધીમાં દેશભરમાં 800 જેટલા ડોકટરો મૃત્યુ પામ્યા છે. આ ડોકટરોમાં દિલ્હીના ડોકટરોનું મહત્તમ મૃત્યુ થયું છે. એક અહેવાલ મુજબ, દિલ્હીમાં અત્યાર સુધીમાં 128 ડોકટરોનાં આ વાયરસને કારણે મોત નીપજ્યાં છે. બિહાર દિલ્હી પછી બીજા ક્રમે છે, જ્યાં 115 ડોકટરો મૃત્યુ પામ્યા છે. તે જ સમયે, ઉત્તર પ્રદેશમાં બીજી લહેર દરમિયાન 79 ડોકટરોએ જીવ ગુમાવ્યો.