રાષ્ટ્રપતિની ચૂંટણી માટે 18 જુલાઈના રોજ મતદાન થયું હતું. નવા રાષ્ટ્રપતિ 25 જુલાઈએ શપથ લેશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈએ પૂરો થઈ રહ્યો છે.
રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતગણતરી ચાલી રહી છે. મતગણતરીના બે રાઉન્ડ પૂર્ણ થયા છે. અત્યાર સુધી એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મુએ વિપક્ષના ઉમેદવાર યશવંત સિંહાને પાછળ છોડી દીધા છે. બીજા રાઉન્ડની મતગણતરી બાદ દ્રૌપદી મુર્મુને કુલ 1349 વોટ મળ્યા છે. જ્યારે યશવંત સિંહાને અત્યાર સુધીમાં 537 વોટ મળ્યા છે. બીજા રાઉન્ડમાં મુર્મુને 809 વોટ અને યશવંત સિન્હાને 329 વોટ મળ્યા.
દ્રૌપદી મુર્મુની જીત લગભગ નિશ્ચિત છે. આ માટે ભાજપે ઉજવણીની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. આવા 1 લાખ 35 હજાર ગામો છે જ્યાં ઉજવણી કરવામાં આવશે. અહીં મોટી સંખ્યામાં આદિવાસી લોકો રહે છે. ભાજપ દિલ્હીમાં રોડ શો પણ કરશે. મોદી સરકારે આદિવાસી ચહેરાને સર્વોચ્ચ પદ પર પહોંચાડ્યા છે તે વાત તેમના વિસ્તારોમાં પહોંચાડવાનું કામ પણ સાંસદોને સોંપવામાં આવ્યું છે. દિલ્હીના મુર્મુના ઘરે એક મોટું હોર્ડિંગ લગાવવામાં આવ્યું છે. તેમાં મુર્મુની તસવીર છે.
24 જુલાઈએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ નવા રાષ્ટ્રપતિ અને કેન્દ્રીય મંત્રીમંડળ માટે રાત્રિભોજનનું આયોજન કરશે. આ ડિનર રાષ્ટ્રપતિ ભવન ખાતે સાંજે 7 વાગ્યે યોજાશે.