ભારતમાં છેલ્લા એક મહિનાથી કોરોના કેસોમાં વધારો જોવા મળ્યો છે જો કે તેમાં છેલ્લા એક અઠવાડિયાથી તેજી પકડી છે અને કેસોમાં ખુબ જ વધારો જોવા મળ્યો છે. ગઈકાલે કોરોનાના સંક્રમિત કેસોની સંખ્યા 1 લાખ સુધી પહોંચવા જઈ રહી છે. ગુજરાતમાં પણ કોરોનાના કેસો ખુબ જ ઝડપથી વધી રહ્યા છે.
કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવામાં આવતું નથી અને લોકો તકેદારી રાખતા નથી તેથી કેસો સતત વધી રહ્યા છે. જો આમને આમ ચાલતું રહ્યું તો કોરોનાની ચોથી લહેર શરૂ થતા વાર નહીં લાગે.
દેશમાં વધતા આંકડા દર્શાવી રહ્યા છે કે કોરોના કેટલો વધી રહ્યો છે. ગુજરાત સરકર દ્વારા બસ, એરપોર્ટ અને રેલવે સ્ટેશનમાં ટેસ્ટિંગની શરૂઆત કરી છે જો કે શહેરમાં લોકો માસ્ક પહેરતા નથી અને નિયમનનું પાલન કરવામાં આવતું નથી જેથી લોકો ઝડપથી સંક્રમિત થાય છે.
ગુજરાતમાં એક તરફ ચોમાસની ઋતુંની શરૂઆત થઇ ગઈ છે તેવામાં રોગચાળો વકરવાની આશંકા છે જેને લીધે કોરોનાના કેસો પણ વધી શકે છે. તંત્ર દ્વારા માસ્ક અને સેઇટાઇઝર ફરિજયાત કરશે નહીં તો આ કેસનો આંકડો ખુબ મોટો થઇ શકે છે. ગુજરાતમાં લોકોએ તકેદારી રાખવી પડશે જેથી ઓછા લોકો સંક્રમિત થશે અને કોરોના કેસો નહિવત રહે.