નાણામંત્રી નિર્મલા સીતારમણે કોવિડ પ્રભાવિત સેક્ટર માટે 6.28 લાખ કરોડ રૂપિયાની જાહેરાત કરી છે. કોરોના મહામારીમાંથી પ્રભાવિત ભારતીય અર્થવ્યવસ્થામાં નવો જીવ પૂરવા માટે ઘણી મોટી જાહેરાત કરવામાં આવી રહી છે. કોવિડથી પ્રભાવિત સેક્ટર માટે 1.1 લાખ કરોડ રૂપિયાની લોન ગેરન્ટી સ્કીમ જાહેર કરાઇ હતી.હેલ્થ સેક્ટર માટે 50 હજાર કરોડ રૂપિયા અન્ય સેક્ટર્સ માટે 60 હજાર કરોડ રૂપિયા ફાળવ્વામા આવ્યા હતા. હેલ્થ સેક્ટર માટે લીધેલી લોન પર 7.95 ટકાથી વધુ વાર્ષિક વ્યાજ નહિ હોય.અન્ય સેક્ટર્સ માટે વ્યાજ 8.25 ટકાથી વધુ હશે નહી.ECLGSમાં 1.5 લાખ કરોડ રૂપિયા વધુ આપવામાં આવશે. ECLGS 1.0, 2.0, 3.0માં અત્યાર સુધીમાં 2.69 લાખ કરોડ રૂપિયાનું વિતરણ કરાયુ હતુ.
સૌથી પહેલા આ સ્કીમમાં 3 લાખ કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી હતી. હવે આ સ્કીમની કુલ સીમા 4.5 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે.અત્યાર સુધીમાં સામેલ કરવામાં આવેલા તમામ સેક્ટર્સને તેનો લાભ મળશે.આના સિવાય હેલ્થ સેક્ટર માટે 50 હજાર કરોડ રૂપિયાની જાહેરાત કરી છે. આ રકમ નોન મેટ્રો મેડિકલ ઇન્ફ્રા માટે ખર્ચ કરવામાં આવશે.
કોરોના મહામારીની બીજી લહેરને કારણે ઘણાં સેક્ટર્સ સંકટમાં છે અને આ અંગે સરકાર પાસેથી સહાય પણ માગવામાં આવી રહી છે. છેલ્લા કેટલાક દિવસોમાં સરકારે પણ સંકેત આપ્યા હતા કે એ સેક્ટર્સને સહાય કરવા માટે સરકાર વિચાર કરી શકે છે, જે સૌથી વધુ સંકટમાં છે.નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે 8 આર્થિક રાહત પેકેજો અંગે પણ જાહેરાત કરાશે. તેમણે જણાવ્યું હતું કે આમાંથી 4 એકદમ નવાં છે અને એક ખાસ કરીને હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે છે.
કોરોના મહામારીને કારણે ગત વર્ષે કેન્દ્ર સરકારે દેશની ઇકોનોમીને સંભાળવા માટે આત્મનિર્ભર ભારત પેકેજની જાહેરાત કરી હતી. સરકારનું આ રાહત પેકેજ કુલ 27.1 લાખ કરોડ રૂપિયાનું છે, જે કુલ GDPના 13 ટકાથી પણ વધુ હતું.સરકાર આ નવા પેકેજ દ્વારા એવા સેક્ટરને મદદ પહોંચાડવાની કોશિશ કરી શકે છે, જે તાજેતરનાં રાજ્યોએ આપેલા લોકડાઉનથી પ્રભાવિત થયાં છે. બ્લૂમબર્ગના એક રિપોર્ટ અનુસાર, જે સેક્ટરને આ રાહત પેકેજનો ફાયદો મળી શકે છે એમાં ટૂરિઝમ, એવિએશન અને હોસ્પિટાલિટીનો સમાવેશ થાય છે.