બજેટ ઓડિયો સેગમેન્ટ પછી, boAt હવે સ્માર્ટવોચ સેગમેન્ટ પર પણ તેની પકડ મજબૂત કરવાનો પ્રયાસ કરી રહી છે. આ અંગે boAt એ તેની નવી સ્માર્ટવોચ લોન્ચ કરી છે. આ સ્માર્ટવોચ બ્લૂટૂથ કોલિંગ ફીચર સાથે આવે છે. કંપનીએ તેને boAt Wave Connect નામ આપ્યું છે.
boAt વેવ કનેક્ટમાં મોટી HD સ્ક્રીન છે. તે બિલ્ટ-ઇન સ્પીકર્સ અને વૉઇસ કૉલ્સ માટે એલેક્સા સપોર્ટ સાથે આવે છે. બોએટ વેવ કનેક્ટમાં સ્ક્વેર ડાયલ ડિઝાઇન આપવામાં આવી છે. તેમાં 1.69-ઇંચની HD ડિસ્પ્લે છે.
boAt વેવ કનેક્ટમાં બ્લૂટૂથ કૉલિંગ માટે ઇન-બિલ્ટ સ્પીકર અને માઇક છે. આની મદદથી તમે સ્માર્ટફોનને ટચ કર્યા વિના પણ મિત્રો અને પરિવાર સાથે વાત કરી શકો છો. તમે ઇનબિલ્ટ સ્પીકરની મદદથી એલેક્સા સાથે પણ વાતચીત કરી શકો છો.
boAt Wave Connect માં હેલ્થ અને ફિટનેસને લગતા ફીચર્સ પણ એડ કરાયા છે. ઇન-બિલ્ટ હાર્ટ રેટ સેન્સર, SPO2 અને સ્ટ્રેસ લેવલ ટ્રેકર સાથે, યુઝર્સ હાર્ટ રેટ, સ્ટેપ્સ, બ્લડ ઓક્સિજન લેવલ, બર્ન થયેલી કેલરી ટ્રૅક કરી શકે છે.
boAt Wave Connectની બેટરી વિશે, કંપનીએ કહ્યું છે કે તેની બેટરી BT કૉલિંગ વિના 7 દિવસનું બેકઅપ આપે છે. આ સિવાય તેની બેટરી વોઈસ કોલિંગ કેપેસિટી સાથે 2 દિવસ સુધી સપોર્ટ કરે છે. તે ડસ્ટ અને પરસેવાને રોકવા માટે તેમાં IP68 રેટિંગ સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું છે.
boAt Wave Connect નો Google Fit અને Apple Health સાથે સરળતાથી ઉપયોગ કરી શકાય છે. કેપેસિટી વધારવા માટે યુઝર્સને boAt Wave એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે. જેમાં 100 થી વધુ ક્લાઉડ-બેઝ્ડ વોચ ફેસ એક્સેસ કરી શકાય છે. boAt Wave Connectની શરૂઆતની કિંમત 2,499 રૂપિયા રાખવામાં આવી છે.