સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેન્ક, ભારત અને સેવા ફાઉન્ડેશને ભારતના વંચિત સમુદાયોના ચાલીસ લાખ લોકોને આંખની સારવાર સુવિધા પૂરી પાડવા માટે સહયોગ દ્વારા- એનવીઝન નામે એક નવું અભિયાન શરૂ કર્યું છે. આ બે સંસ્થા સહયોગી હોસ્પિટલોની સાથે મળી 65 દ્રષ્ટિ કેન્દ્રો ભારતના નવ રાજ્યો- ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઓડિસા, તામિલનાડુ, ઉત્તર પ્રદેશ, તેલંગણા અને પશ્ચિમ બંગાળમાં શરૂ કરશે.
એનવીઝન અભિયાન હેઠળ એવા વિસ્તારોમાં દ્રષ્ટિ કેન્દ્રો શરૂ કરાશે જ્યાં આવા કેન્દ્રો હોય નહીં. આ રીતે તે સર્વને આરોગ્ય સુવિધા પૂરી પાડવાના અભિયાનમાં સાથ પૂરાવશે. આ કેન્દ્રો 15 અગ્રણી આંખની સારવાર પૂરી પાડનારી સંસ્થાઓ દ્વારા ડિસેમ્બર, 2024 સુધીમાં શરૂ કરવામાં આવશે, જેમની કુલ ક્ષમતા ચાર લાખ આંખ તપાસની, 67,000 ચશ્મા પૂરા પાડવાની અને 16,000 આંખની શસ્ત્રક્રિયા કરવાની હશે.
આ દ્રષ્ટિ કેન્દ્રો સ્થાનિક વિસ્તારોમાં રહેતા વંચિત સમુદાયોના સ્ત્રીઓ અને બાળકો સહિતના લોકોને કાયમી ધોરણે ઉપલબ્ધ થશે. આવા કેન્દ્રોમાં આંખની સમસ્યાને દૂર કરવાને લગતી 80 ટકા સુવિધા હશે. જટિલ કેસને નજીકની હોસ્પિટલોમાં મોકલવામાં આવશે. આ કેન્દ્રો માટે જોઈતા કર્મચારીઓની ભરતી કરી લેવામાં આવી છે અને તેમને ત્યાંજ તાલીમ આપવામાં આવી રહી છે. આ રીતે નવા રોજગારનું સર્જન કરવામાં આવ્યું છે.
સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેન્ક, ભારત,ના સસ્ટેઈનઈબીલીટી વિભાગના વડા કરુણા ભાટિયાએ કહ્યું કે, “સેવા ફાઉન્ડેશનના સહયોગમાં અમે એવા લોકોને આંખની સારવાર આપવા માંગીએ છીએ જેમને તે ઉપલબ્ધ નથી અને તે મેળવવાનો ખર્ચ પણ પરવડી શકતો નથી. એનવીઝન દ્વારા અમે એવું માળખું ઊભું કરશું અને પદ્ધતિનું નિર્માણ કરશું જેથી બેન્કનું સ્વપ્ન ”જોયા પછી જ માનવું ” સિદ્ધ કરી શકાય. બેન્કનું આ સ્વપ્ન ટાળી શકાય તેવા અંધાપાને દૂર કરવાનો અને દેશભરમાંના વધુમાં વધુ વંચિત સમુદાયોને આંખની સારવાર સુવિધા ઉપલબ્ધ કરાવવાનો છે. બેન્ક તેના ”જોયા પછી જ માનવું ” સ્વપ્ન કાર્યક્રમ હેઠળ દેશના 1 કરોડ 40 લાખ લોકો સુધી પહોંચી શકી છે. આ કાર્યક્રમ હેઠળ 22 રાજ્યોમાં પથરાયેલા 265 દ્રષ્ટિ કેન્દ્રો દ્વારા મોતિયાની 25 લાખ 80 હજાર શસ્ત્રક્રિયા કરવામાં આવી છે.”
સેવા ફાઉન્ડેશનના ભારત અને બાંગ્લાદેશ માટેના પ્રોગ્રામ મેનેજર કુલદીપ સિંહે કહ્યું કે, “સેવા ફાઉન્ડેશનનું આ અભિયાન દેશભરમાં તળિયાના સ્તરે પ્રાથમિક આરોગ્ય સારવાર કેન્દ્રોનું માળખું સ્થાપવાના અને તેને મજબૂત બનાવવાના નિર્ધારનું દ્રષ્ટાંત છે. ભારતમાં દ્રષ્ટિહિનોની સંખ્યા આશરે 27 કરોડની છે જેમાંથી 80 ટકા દર્દીઓની સારવાર પ્રાથમિક કેન્દ્રોમાં થઇ શકે તેમ છે. નબળી દ્રષ્ટિને કારણે ભારતીય અર્થતંત્રની આવકને 0.57 ટકા (આશરે રૂ.1,158 અબજ)નું નુકસાન સહન કરવું પડે છે, જે વિકાસની સંભાવનાની આડે મોટો અવરોધ છે.”
સુચિત્રા આયરે