Proud of Gujarat
GujaratFeaturedINDIA

હવાઇ મુસાફરી દરમિયાન ફરજીયાત પહેરવું પડશે માસ્ક, DGCA નો આદેશ.

Share

ભારતમાં ફરીથી કોરોનાના કેસમાં થઇ રહેલા વધારાને ધ્યાનમાં રાખતા સંક્રમણને અંકુશમાં રાખવા માટે એવિએશન રેગ્યુલેટર DGCA એ હવાઇ મુસાફરી દરમિયાન યાત્રીઓને ફરજીયાત માસ્ક પહેરવાનો આદેશ કર્યો છે. તે ઉપરાંત એરપોર્ટ પર પણ માસ્ક ફરજીયાતપણે પહેરવાનું રહેશે. જો કોઇ યાત્રી આ આદેશનું ઉલ્લંઘન કરશે તો વિમાન ટેક ઑફ કરે તે પહેલા તે યાત્રીને ફ્લાઇટમાંથી ઉતારી દેવામાં આવશે. આ અંગે આદેશ જાહેર કરતા DGCA એ જણાવ્યું હતું કે, CISF ના જવાનો માસ્કના નિયમનો અમલ કરશે. જો કોઇ મુસાફરી નિયમને અનુસરવાનો ઇનકાર કરશે તો તેઓ વિરુદ્વ કાર્યવાહી કરાશે. આપને જણાવી દઇએ કે DGCA ની આ માર્ગદર્શિકા દિલ્હી હાઇકોર્ટ તરફથી કોવિડ સુરક્ષાના ઉપાયોનં પાલન કરવાની ના પાડતા મુસાફરો સામે કડક પગલાં લેવાના આદેશ બાદ આવી છે. હાઈકોર્ટે 3 જૂનના રોજ પોતાના આદેશમાં કહ્યું હતું કે, કોરોના મહામારી હજુ સમાપ્ત થઈ નથી અને જો મુસાફરો વારંવારના રીમાઈન્ડર છતાં પણ પ્રોટોકોલનું પાલન કરવાની ના પાડતા હોય તો તેમની સામે સ્વાસ્થ્ય મંત્રાલય અને DCGA ની ગાઈડલાઈન પ્રમાણે પગલા લેવા જોઈએ. કોર્ટે ઉમેર્યું હતું કે, આવા મુસાફરોને ‘નો ફ્લાય લિસ્ટ’માં પણ મૂકી શકાય છે અને આગળની કડક કાયદેસર કાર્યવાહી માટે સુરક્ષા એજન્સીઓને પણ સોંપી શકાય છે.

Advertisement

Share

Related posts

અમદાવાદ : ત્રણ લાખના એમડી ડ્રગ્સના જથ્થા સાથે યુવક-યુવતી ઝડપાયા

ProudOfGujarat

સુરત ડુમસ રોડ પર કાર ચાલક વિદ્યાર્થીએ સાયકલિંગ કરવા નીકળેલા યુવકને ઉડાવતા મોત નીપજ્યું હતું.

ProudOfGujarat

ભાજપની પ્રચંડ લહેરમાં વિપક્ષ ઘ્વસ્ત, રસ્તાઓ પર ઢોલ-નગારાની ધૂમ, કાર્યકરો કરી રહ્યા ઉજવણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!