કોરોના મહામારી બાદથી સમગ્ર વિશ્વમાં વર્ક ફ્રોમ હોમનું ચલણ વધ્યું છે અને હજુ પણ અનેક કંપનીઓમાં આ ટ્રેન્ડ ચાલી રહ્યો છે ત્યારે જો તમે પણ Work From Home કરી રહ્યાં હોય તો ઘરમાં હાઇસ્પીડ વાઇફાઇ કનેક્શન અનિવાર્ય રહે છે જેથી કરીને તમે કોઇપણ પ્રકારની અડચણ વગર ઓફિસનું કામ પૂર્ણ કરી શકો. જો કે ક્યારેક કેટલાક કારણોસર વાઇ-ફાઇની સ્પીડ ઘટી જવાથી આપણે પરેશાન થઇ જઇએ છીએ. ચાલો તો આજે આ ટિપ્સ વાંચીને તમે પણ વાઇફાઇની દમદાર સ્પીડનો આનંદ માણી શકશો.
જો તમે પણ કોઇ સારી કંપનીના વાઇફાઇનો ઉપયોગ કરો છો તો તેની સાથે એક એપ મળે છે જેમાં તમને અનેક પ્રકારના ઓપ્શન આપવામાં આવે છે. જેમાં એક ઓપ્શન રિબૂટનો પણ હોય છે. જો તમારું વાઇફાઇ પણ સ્લો ચાલી રહ્યું હોય તો તમે આ રિબૂટની મદદથી વાઇફાઇની હાઇ સ્પીડ પાછી મેળવી શકો છો. તેથી આજે જ તેને રિબૂટ કરો.
બીજી એક ટ્રિક્સ એ છે કે તમે વાઇફાઇ સિસ્ટમમાં આપેલા વાઇફાઇ ઓપ્ટિમાઇઝેશનથી પણ તેની સ્પીડ વધારી શકો છો. જ્યારે તમે વાઇફાઇ ઓપ્ટિમાઇઝ કરો છો તો તેની 5 કે 10 મિનિટ બાદ વાઇફાઇ ફરીથી રફ્તાર પકડે છે અને તમે કોઇપણ અડચણ વગર તમારું કામ નિશ્વિત થઇને પૂર્ણ કરી શકો છો.