વિજ્ઞાનીઓ વાતાવરણના સંવર્ધન માટે અવનવા પ્રયોગ કરે છે ત્યારે હવે ભારત સહિત વિશ્વના 35 દેશો કૃત્રિમ સૂર્ય બનાવવા પર કામ કરી રહ્યાં છે. આ પ્રોજેક્ટથી અમર્યાદિત ઉર્જા મળશે તેવી સંભાવના છે. વિશ્વભરમાં સ્વચ્છ ઉર્જા સ્ત્રોત પ્રાપ્ત કરવાના હેતુસર ફ્રાન્સના દક્ષિણ પર્વતીય વિસ્તારોમાં કૃત્રિમ સૂર્યનું નિર્માણ કરવાની કામગીરી ચાલી રહી છે. તે ઉપરાંત ક્લાઇમેટ ચેન્જ સામે ઝઝુમી રહેલી પૃથ્વી પણ સંકટમાંથી મુક્ત થઇ જશે. આ સૂર્યમાં એક ગ્રામ પરમાણુ ઉર્જાની શક્તિ 8 ટન ક્રુડ બરાબર હશે. વિજ્ઞાનીઓએ પરમાણુ ફ્યુઝન પર વર્ચસ્વ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરમાણુ ફ્યુઝનમાં અશ્મિભૂત ઇંધણથી વિપરીત અમર્યાદિત ઊર્જા મળે કરે છે. તેમાં ગ્રીન હાઉસ ગેસ ઉત્પન થતો નથી. રેડિયોએક્ટિવ કચરામાંથી પણ છુટકારો મળે તેવી આશા છે. નોંધનીય છે કે ફ્રાન્સનું ઇન્ટરનેશનલ થર્મોન્યુક્લિયર એક્સપેરિમેન્ટલ રિએક્ટર એ પ્રથમ એવું ઉપકરણ હશે જે લાંબા સમય સુધી ફ્યૂઝન પ્રક્રિયા ચાલુ રાખશે. આમાં ઇન્ટિગ્રેટેડ ટેક્નોલોજી તેમજ મટીરિયલનું પરીક્ષણ કરાશે, જેનો ઉપયોગ ફ્યૂઝનથી વીજળીના કોર્મશિયલ ઉત્પાદન માટે કરાશે. વિજ્ઞાનીઓના આ પ્રયોગથી પૃથ્વી પર વધુ સ્વચ્છ ઉર્જાનો સ્ત્રોત મળશે.
હવે જોવા મળશે કૃત્રિમ સૂર્ય, ભારત સહિત 35 દેશોના વિજ્ઞાનીઓની તૈયારી.
Advertisement