1.38 બિલિયનની વસ્તી ધરાવતો ભારત વિશ્વનો સૌથી બીજો મોટો દેશ છે. જ્યારે જનસંખ્યા આટલી છે, તો ઇન્ટરનેટનો જથ્થો અને યૂઝર્સની સંખ્યા પણ વધુ થશે. એનએફએચએસ (રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણ-5)ના રિપોર્ટ અનુસાર, જાન્યુઆરી 2022માં ભારતમાં 626 મિલિયન ઇન્ટરનેટ યૂઝર્સ દર્જ કરવામાં આવ્યા એટલે ભારતની વસ્તી કુલ 47 ટકા છે.
IAMAI Kantar ICUBE 2020 ના એક રિપોર્ટ અનુસાર, આગામી પાંચ વર્ષમાં આશરે 45 ટકાનો વધારો દર્જ કરતા 2020 સુધી 622 મિલિયન યૂઝર્સના મુકાબલે 2025 સુધી 900 મિલિયન એક્ટિવ ઇન્ટરનેટ યૂઝર્સ થવાની સંભાવના છે, બીજી તરફ બારતમાં દર મહિને પ્રતિ યૂઝર્સ ડેટાનો જથ્થો 17 GB સુધી પહોચી ગયો છે. ચાલો જાણીયે ભારતમાં છેલ્લા પાંચ વર્ષમાં ભારતીયો દ્વારા ડેટાનો જથ્થો કેટલો છે અને ભારતમાં ક્યા રાજ્યમાં સૌથી વધુ ઇન્ટરનેટ યૂઝર્સ છે.
IAMAI Kantar ICUBE 2020ના એક રિપોર્ટ અનુસાર, રાજ્યસ્તર પર મહારાષ્ટ્રમાં એક્ટિવ ઇન્ટરનેટની પહોચ સૌથી વધારે છે. તે બાદ ગોવા અને કેરળનું સ્થાન છે. જ્યારે ઓછા ઇન્ટરનેટ પહોચ મામલે બિહાર પ્રથમ સ્થાન પર છે.
છેલ્લા પાંચ વર્ષમાં ભારતે પોતાના મોબાઇલ બ્રૉડબેન્ડ ગ્રાહકોને 345 મિલિયનથી વધીને 765 મિલિયન કરી દીધુ છે અને એવરેજ મોબાઇલ ડેટા જથ્થો હવે પ્રતિ યૂઝર્સ પ્રતિ મહિને 17GB સુધી પહોચી ગઇ છે, એક નવા રિપોર્ટથી ખબર પડી છે. નોકિયાના વાર્ષિક મોબાઇલ બ્રૉડબ્રેન્ડ અનુસાર, ભારતમાં 2021માં મોબાઇલ બ્રૉડબ્રેન્ડ ડેટામાં સૌથી વધુ વૃદ્ધિ દર્જ કરી છે અને 4જી મોબાઇલ ડેટામાં 31 ટકાનો વધારો દર્જ કરવામાં આવ્યો છે જેમાં પ્રતિ યૂઝર્સ એવરેજ માસિક ડેટા ટ્રાફિક 26.6 ટકા (ઓન-યેર) વધી રહ્યુ છે.