ગુજરાતે 14 માંથી 10 મેચ જીતીને પ્લે ઓફમાં પોતાનું સ્થાન પાક્કુ કરી લીધુ છે. ક્વોલિફાયર-1 માં રાજસ્થાનને હરાવીને સૌથી પહેલા ફાઇનલની ટિકિટ મેળવી હતી. ગુજરાત ફ્રેન્ચાઇઝીને સીવીસી કેપિટલ્સે ગત વર્ષે ઓક્ટોબરમાં 5625 કરોડ રૂપિયામાં ખરીદી હતી. હવે ટીમની નજર 20 કરોડ રૂપિયા પર છે.
આઇપીએલની જ્યારે પણ વાત થાય છે ત્યારે સૌથી પહેલા મગજમાં પૈસા આવે છે. દરેક ક્રિકેટ પ્રેમી આ જાણવા માંગે છે કે કઇ ટીમને જીતવા પર કેટલા પૈસા મળશે અને ફાઇનલ બાદ પ્રાઇઝ મનીમાં કેટલા રૂપિયા આપવામાં આવશે. આ વખતે આઇપીએલ જીતનારી ટીમને 20 કરોડ રૂપિયા આપવામાં આવશે. આ વિશ્વભરમાં રમાતી અલગ અલગ ટી-20 લીગમાં સૌથી વધારે રકમ છે.
આઇપીએલમાં વિશ્વની ટોપ પાંચ ટી-20 લીગની બરાબર ઇનામી રકમ આપવામાં આવે છે. વેસ્ટ ઇન્ડીઝી કેરેબિયન પ્રીમિયર લીગ, બાંગ્લાદેશની બાંગ્લાદેશ પ્રીમિયર લીગ, પાકિસ્તાનની પાકિસ્તાન સુપર લીગ, ઓસ્ટ્રેલિયાની બિગ બેશ લીગ અને ઇંગ્લેન્ડની ધ હંડ્રેડ લીગની બરાબર માત્ર આઇપીએલમાં ચેમ્પિયનને પૈસા મળે છે. ગત વર્ષે ખિતાબ જીતનારી ચેન્નાઇ સુપરકિંગ્સને 20 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા.
આઇપીએલ બાદ સૌથી વધુ ઇનામી રકમ કેરેબિયન પ્રીમિયર લીગમાં આપવામાં આવે છે, તેના ચેમ્પિયનને ગત વખતે 7.5 કરોડ રૂપિયા મળ્યા હતા. બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં જીતનારી ટીમને 6.34 કરોડ રૂપિયા આપવામાં આવ્યા તા. પાકિસ્તાનની પાકિસ્તાન સુપર લીગ તો તેના કરતા પણ નીચે છે. ગત વર્ષએ પાકિસ્તાન સુપર લીગને જીતનારી મુલ્તાન સુલતાનને 3.73 કરોડ રૂપિયા મળ્યા હતા.
વિશ્વની ટોપ ટી-20 લીગની પ્રાઇઝ મની
આઇપીએલ 20 કરોડ
કેરેબિયન પ્રીમિયર લીગ 7.5 કરોડ
બાંગ્લાદેશ પ્રીમિયર લીગ 6.34 કરોડ
પાકિસ્તાન સુપર લીગ 3.73 કરોડ
બિગ બેશ લીગ 3.35 કરોડ
ધ હંડ્રેડ લીગ 1.51 કરોડ
લંકા પ્રીમિયર લીગ 73.7 લાખ
આઇપીએલનું આયોજન પ્રથમ વખત 2008 માં કરવામાં આવ્યુ હતુ. શેન વોર્નની કેપ્ટન્સી ધરાવતી રાજસ્થાન રોયલ્સની ટીમ ચેમ્પિયન બની હતી, તેને ફાઇનલમાં મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટન્સી ધરાવતી ચેન્નાઇ સુપરકિંગ્સને હરાવ્યું હતું. શેન વોર્નની ટીમને ચેમ્પિયન બનવા પર તે સમયે 4.8 કરોડ રૂપિયા મળ્યા હતા. હવે આ રકમ ચાર ગણી વધી ગઇ છે. હવે ચેમ્પિયન બનનારી ટીમને 20 કરોડ રૂપિયા આપવામાં આવે છે.