Proud of Gujarat
FashionFeaturedGujaratINDIA

સોરઠીયા દરજી સમાજનું ગૌરવ : ધ્રુવી મકવાણાએ રાજસ્થાન આયોજિત ટોપ મોડલ સ્પર્ધામાં સર્વત્ર ભારતમાં પ્રથમ સ્થાન મેળવ્યું.

Share

અમરેલી જિલ્લાની ધ્રુવી મકવાણાએ અમરેલી જિલ્લા સહિત પોતાના સમાજનું ગૌરવ વધાર્યું હતું. આજકાલ છોકરીઓ પણ દરેક કક્ષાએ આગળ વધી રહી છે. અમેરિકા સ્થિત ધીરુભાઈ તુલસીભાઇ મકવાણાની પૌત્રી ધ્રુવી પિયુસભાઈ મકવાણાએ ટીનેજ મોડેલિંગમાં ટોપ મોડેલ તરીકેનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું.

સવાઈ મધોપુર, રાજસ્થાન ખાતે યોજાયેલ સ્પર્ધામાં અમરેલી જિલ્લાની ધ્રુવી મકવાણાએ અલગ અલગ રાજ્યોમાંથી આવેલ સ્પર્ધાકોને માત આપીને નીડરપણે પોતાની કલા, સુજબુજ અને યોગ્ય પ્રદર્શનથી સમગ્ર ભારતમાં પોતાનું નામ સહિત પોતાના માતા પિતાનું નામ અને સમાજનું નામ રોશન કર્યું હતું. સ્પર્ધા દરમિયાન પૂછવામાં આવેલ સવાલોના યોગ્ય જવાબ આપી અને રેમ્પ પર વોક કરીને જજનાં દિલ જીતી લીધા હતા. જેથી અમરેલી જિલ્લામાં આનંદની લાગણીનો માહોલ સર્જાયો હતો સાથે પરિવારજનો માટે પણ ગૌરવની વાત હોવાથી પરિવારમાં ખુશીનો માહોલ સર્જાયો હતો.

Advertisement

જયદીપ રાઠોડ,સુરત


Share

Related posts

વડોદરા : કરજણ તાલુકા પંચાયત ખાતે કારોબારી સમિતિ તેમજ સામાજિક ન્યાય સમિતિના ચેરમેનની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.

ProudOfGujarat

સુરતઃબે બાળકની માતા જયપુરની ડયુઆથ્લોનમાં લેશે ભાગ, રોજ 4 કલાક કરે છે પ્રેક્ટિસ..

ProudOfGujarat

ભરૂચ શહેરનાં વિવિધ વિસ્તારોમાં પાણી પુરવઠો નિયમિત ન મળતા વિપક્ષ દ્વારા મુખ્ય અધિકારીને રજૂઆત કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!