હવે દેશમાં ચોમાસુ શરુ થવા માંડ્યું છે. દેશમાં ચોમાસાના પ્રવેશ પહેલા જ હવામાનની પેટર્ન બદલાઈ રહી છે. હવામાન વિભાગ (IMD)ના અહેવાલ મુજબ, આગામી બે-ત્રણ દિવસમાં ભારતના દક્ષિણ કેરળના દરિયાકાંઠે ચોમાસાના વરસાદની સંભાવના છે. આ પહેલા પણ દેશના ઘણા રાજ્યોમાં હળવાથી મધ્યમ વરસાદ સતત થઈ રહ્યો છે. હવામાન વિભાગના તાજેતરના અનુમાન મુજબ દેશના કોઈપણ ભાગમાં આગામી 5 દિવસ સુધી હીટવેવની કોઈ ચેતવણી જારી કરવામાં આવી નથી.
હવામાન વિભાગની તાજેતરની આગાહી મુજબ બિહાર, ઝારખંડ અને કેરળમાં વરસાદ અને વાવાઝોડાની સંભાવના છે. હવામાન વિભાગે ઝારખંડમાં પણ ઘણા વિસ્તારોમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી કરી છે. તે જ સમયે, કેરળમાં આગામી કેટલાક દિવસો સુધી વરસાદ અને વાવાઝોડાની ગતિવિધિઓ જોવા મળશે. યુપીની વાત કરીએ તો અહીં પણ ઘણા શહેરોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
IMD ની સાપ્તાહિક આગાહી મુજબ, આજે આંશિક વાદળછાયું આકાશ સાથે મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની સંભાવના છે, જ્યારે લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે. IMD એ કહ્યું કે આગામી બે દિવસમાં રાજધાની આંશિક વાદળછાયું રહેશે. હવામાન શાસ્ત્રી આર.કે જેનામાનીએ જણાવ્યું હતું કે, “દિલ્હીના પડોશી વિસ્તારોમાં જેમ કે દક્ષિણ હરિયાણા અને ઉત્તર પ્રદેશના ભાગોમાં વરસાદને કારણે આગામી દિવસોમાં તાપમાનમાં કોઈ નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા નથી.