– KDP મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રી મોદીએ કેન્દ્ર સરકારના આઠ વર્ષના લેખાં-જોખાં ગણાવ્યા
3 કરોડથી વધુ ગરીબોને પાકાં મકાનો, 10 કરોડથી વધુ પરિવારોને ODF થી આઝાદી, 9 કરોડથી વધુ ગરીબ મહિલાઓને ધુમાડાથી મુક્તિ, 2.5 કરોડથી વધુ ગરીબ પરિવારોને વીજળી, 6 કરોડથી વધુ પરિવારોને નળમાં પાણી – આ માત્ર ડેટા નથી પરંતુ ગરીબોની ગરિમાની રક્ષા માટે અમારી પ્રતિબદ્ધતાનો પુરાવો : પ્રધાનમંત્રી
રાજકોટ : મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યા બાદ પ્રધાનમંત્રીએ ભારત માતા કી જય બોલાવી સંબોધનનની શરૂઆત કરી હતી. પ્રધાનમંત્રીએ લોકોને હાથ જોડીને વંદન કર્યું. તમણે કહ્યું, આઠ વર્ષ પહેલા વિદાય આપી હતી. તમારો પ્રેમ વધતો જ જાય છે. હું ગુજરાતી ધરતીને નમન કરું છું. તેમણે આ પ્રસંગે પૂજ્ય ગાંધી બાપુ અને સરદાર પટેલને યાદ કર્યા.
વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, જ્યારે લોકોના પ્રયાસો સરકારના પ્રયાસો સાથે જોડાય છે, ત્યારે આપણી સેવા કરવાની શક્તિ વધે છે. રાજકોટની આ આધુનિક હોસ્પિટલ (KDP મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ) આનું મુખ્ય ઉદાહરણ છે. આ હોસ્પિટલ સૌરાષ્ટ્રમાં આરોગ્ય સુવિધાને વધુ સારી બનાવવામાં મદદ કરશે. આજે જ્યારે હું ગુજરાતની ધરતી પર છું, ત્યારે હું રાજ્ય માટે શિક્ષા, સંસ્કાર માટે લોકો સમક્ષ પ્રણામ કરું છું. આઠ વર્ષ પહેલાં તમે મને વિદાય આપી હતી, પણ તમારો પ્રેમ વધી રહ્યો છે. છેલ્લા આઠ વર્ષમાં અમે સુશાસન, સબકા સાથ, સબકા વિકાસને પ્રાથમિકતા આપી છે.
PM મોદીએ કેન્દ્ર સરકારના 8 વર્ષના વિકાસ કાર્યો ગણાવતા કહ્યું કે, દેશે જોયું કે ગરીબોની સરકાર તેમને મજબૂત કરવા માટે કેવી રીતે કામ કરે છે, ત્યાં કોઈ ભેદભાવ અને ભ્રષ્ટાચારને અવકાશ નથી. 3 કરોડથી વધુ ગરીબોને પાકાં મકાનો, 10 કરોડથી વધુ પરિવારોને ODF થી આઝાદી, 9 કરોડથી વધુ ગરીબ મહિલાઓને ધુમાડાથી મુક્તિ, 2.5 કરોડથી વધુ ગરીબ પરિવારોને વીજળી, 6 કરોડથી વધુ પરિવારોને નળમાં પાણી – આ માત્ર ડેટા નથી પરંતુ ગરીબોની ગરિમાની રક્ષા માટે અમારી પ્રતિબદ્ધતાનો પુરાવો છે. આઠ વર્ષમાં ભૂલથી પણ એવું કંઈ કર્યું, જેના કારણે દેશના કોઈપણ નાગરિકે શરમ અનુભવવી પડે તેવો વિપક્ષ પર પ્રહાર કર્યો હતો. અમે એ સુનિશ્ચિત કર્યું છે કે દરેક ભારતીયને કોવિડ-19 રસી વિના મૂલ્યે મળે. યુદ્ધ દરમિયાન અમે પ્રયાસ કર્યો છે કે અમારા મધ્યમ વર્ગના ભાઈ-બહેનોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે. પીએમ મોદીએ લોકોને પૂછ્યું કે, “તમારા બધાની વેક્સિન થઈ ગઈ છે ને. કોઈને એક રૂપિયા પણ આપવો પડ્યો?”