હરનાઝ કૌર સંધુએ મિસ યુનિવર્સ 2021 સ્પર્ધાનો ખિતાબ જીત્યો છે. આ જીત સાથે તાજ 21 વર્ષ બાદ દેશમાં પરત ફર્યો છે. આનાથી તમામ સેલેબ્સ સહિત દેશવાસીઓ ખુશ છે. તેઓ આ શાનદાર જીત માટે હરનાઝને અભિનંદન આપી રહ્યા છે. આ પહેલા દેશ બે વખત આ ગૌરવ હાંસલ કરી ચુક્યો છે. હરનાઝ પહેલા આ ખિતાબ સુષ્મિતા સેન અને લારા દત્તાએ જીત્યો હતો.
હરનાઝ સહિત મિસ યુનિવર્સની ટોપ-3 સ્પર્ધકને સવાલ પૂછવામાં આવ્યો હતો કે આજના સમયમાં દબાણનો સામનો કરતી યુવતીઓને તમે શું સલાહ આપશો, જેથી તેઓ એનો સામનો કરી શકે? આનો જવાબ આપતાં હરનાઝે કહ્યું કે આજની યુવા પેઢી સામે સૌથી મોટું દબાણ પોતાના પર ભરોસો કરવાના મુદ્દે છે. યુવતીઓએ આત્મવિશ્વાસ સાથે માનવું પડશે કે તમે અદ્વિતીય છો અને આ જ વસ્તુ તમને સૌથી સુંદર બનાવશે. તમારી સરખામણી બીજા સાથે કરવાનું બંધ કરો.બહાર નીકળો, પોતાના માટે સ્ટેન્ડ લો, કારણ કે તમે જ પોતાની લાઈફના લીડર છો. મને પોતાના પર વિશ્વાસ છે, એટલે જ હું અહીં ઊભી છું આ જવાબની સાથે જ હરનાઝ સંધુએ આ વર્ષે મિસ યુનિવર્સનું ટાઈટલ જીતી લીધું છે.
12 ડિસેમ્બરે ઈઝરાયેલમાં આયોજિત 70th મિસ યુનિવર્સની સ્પર્ધા જીતી ભારતનું ગૌરવ વધાર્યું છે. આ સ્પર્ધાના પ્રીલિમિનરી સ્ટેજમાં 75 થી વધુ ગ્લેમર અને પ્રતિભાશાળી કન્ટેસ્ટન્ટ્સે ભાગ લીધો હતો, જેમાંથી ટોપ 3 માં ભારતની હરનાઝ સંધુએ સ્થાન મેળવ્યું હતું. ત્યાર પછી તેણે દક્ષિણ આફ્રિકા અને પેરાગ્વેને હરાવી મિસ યુનિવર્સનું ટાઈટલ જીત્યું છે. સંધુને મિસ યુનિવર્સનો તાજ મેક્સિકોની પૂર્વ મિસ યુનિવર્સ 2020 એન્ડ્રિયા મેઝાએ પહેરાવ્યો હતો. ભારતના ચંદીગઢના રહેવાસી હરનાઝે આ સમયગાળા દરમિયાન 80 દેશોના પ્રતિભાગીઓને હરાવીને આ સ્થાન હાંસલ કર્યું હતું. 21 વર્ષની હરનાઝ કૌર સંધુને મેક્સિકોની એન્ડ્રીયા મેજાએ તાજ પહેરાવ્યો હતો. અગાઉ દેશને ગૌરવ અપાવનાર સુષ્મિતા અને લારાએ હવે બોલિવૂડમાં પોતાનો સિક્કો જમાવી દીધો છે.
ભારતની હરનાઝ સંધુ બની મિસ યુનિવર્સ 2021…
Advertisement