દેશમાં એક વર્ષ કરતા પણ વધુ સમયથી ચાલી રહેલું ખેડૂત આંદોલનનો આજે અંત આવ્યો છે, સંયુક્ત કિસાન મોરચાએ આ અંગે જાહેરાત કરી છે. આ અગાઉ પહેલા મોરચાએ લાંબી બેઠક કરી ત્યારબાદ ઘર વાપસીનો નિર્ણય લેવાયો. તેમણે કહ્યું કે 15 જાન્યુઆરીના રોજ કિસાન મોરચાની ફરી બેઠક થશે. જેમાં આગળની રણનીતિની ચર્ચા થશે. ખેડૂતોની વાપસીની જાહેરાત બાદ 11 ડિસેમ્બરથી દિલ્હી બોર્ડરથી ખેડૂતો હટશે.
કેન્દ્ર સરકાર તરફથી મળેલી દરખાસ્ત પર સર્વસંમતિ સધાઈ ગયા બાદ ગુરુવારે ખેડૂત સંગઠનો દ્વારા આંદોલન છેડવાની જાહેરાત કરવામાં આવી હતી. અગાઉ, ખેડૂતોની પડતર માંગણીઓ પર, સરકાર દ્વારા કૃષિ સચિવની સહી હેઠળ એક પત્ર મોકલવામાં આવ્યો હતો. જે બાદ સંયુક્ત કિસાન મોરચાએ બેઠક યોજી હતી. બેઠક પૂરી થયા બાદ આંદોલન પાછું ખેંચવાની જાહેરાત કરવામાં આવી છે. 378 દિવસ સુધી આ આંદોલન ચાલ્યું હતું અંતે સરકારે ખેડૂતોની તમામ માંગણીઓની સ્વીકાર કરી લેતા બવે આંદોલન સમાપ્ત કરવાની જાહેરાત કરી દેવામાં આવી છે. ખેડૂતોએ બોર્ડર પર બનાવેલા પોતાના ટેન્ટ ઉખાડવાના શરૂ કરી દીધા છે અને તિરપાલ, બિસ્તરાને ટ્રકો અને ટ્રેક્ટરોમાં ભરવાનું શરૂ કરી દીધુ છે. ખેડૂતોનું કહેવું છે કે સરકારે તેમની માંગણીઓ સ્વીકારી લીધી છે અને આથી તેઓ હવે પાછા ફરી રહ્યા છે. સિંઘુ બોર્ડર પર હાજર કેટલાક ખેડૂતોએ જણાવ્યું કે 11 ડિસેમ્બરથી તમામ ખેડૂતોને પરત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પછી ખેડૂતો અમૃતસરના સુવર્ણ મંદિરમાં પ્રાર્થના કરશે અને તેમના ઘરે પહોંચશે.
દેશમાં ખેડૂતોનાં આંદોલનનો આવ્યો અંત, ખેડૂતો ઘરે જવા રવાના.
Advertisement