ભારતે આજે દુનિયામાં ઐતિહાસિક મુકામ હાંસલ કર્યો છે. દેશે 100 કરોડ કોરોના રસીકરણના આંકડાને પાર કર્યો છે. પીએમ મોદીએ ભારતમાં 100 કરોડ રસીકરણનો આંકડો પાર કરવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
તેમણે ટવીટ કરીને લખ્યું કે ભારતે ઈતિહાસ રચ્યો, અમે ભારતીય વૈજ્ઞાનિકોનો, સાહસ અને 130 કરોડ ભારતીયોની સામૂહિક ભાવનાની જીત જોઈ રહ્યા છીએ. ભારતને 100 કરોડ રસીકરણ પાર કરવા બદલ અભિનંદન. અમારા ડોકટરો, નર્સો અને આ સિદ્ધિને સાકાર કરવા માટે કામ કરનારા દરેકનો આભાર. આ વર્ષે 16 જાન્યુઆરીથી શરૂ થયેલા રસીકરણ બાદ અત્યાર સુધીમાં 100 કરોડથી વધુ ડોઝ લોકોને અપાઈ ચૂક્યા છે. દેશે 280 દિવસમાં આટલી મોટી સફળતા મેળવી. કદાચ આ જ પરિણામે અનેક રાજ્યોમાં નવા કેસની સંખ્યા તો 100 કરતા પણ ઓછી થઈ ગઈ છે.
Advertisement