Proud of Gujarat
FeaturedGujaratINDIA

સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ કેપિટલ લિમિટેડે નિર્મલ કિશોરને એમડી અને સીઈઓ તરીકે નિયુક્ત કર્યા

Share

નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપની સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ કેપિટલ લિમિટેડે આજે નિર્મલ કિશોરની તેના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ તરીકે નિમણૂંકની જાહેરાત કરી હતી.

નિર્મલે 24 વર્ષોમાં મેળવેલ સમૃદ્ધ અનુભવ ધરાવે છે અને બેંકિંગ તથા એનબીએફસી ક્ષેત્રે સિક્યોર્ડ, અનસિક્યોર્ડ, ડિજિટલ અને રિસ્ક જેવા વિવિધ ક્ષેત્રે કામ કર્યું છે.

Advertisement

આદિત્ય બિરલા ફાઇનાન્સ લિમિટેડ સાથેના તેમના તાજેતરના અગાઉના કાર્યકાળમાં, તેઓ રિટેલ ધિરાણ ડિવિઝનનું નેતૃત્વ કરી રહ્યા હતા. રિટેલ ફંક્શનને સફળતાપૂર્વક સેટ કરવામાં અને ટકાઉ, નફાકારક અને સ્કેલેબલ બિઝનેસનું નિર્માણ કરવામાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી. નિર્મલે અગાઉ જીઈ અને સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક જેવી સંસ્થાઓ સાથે પણ કામ કર્યું છે.

સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક, યુકેની 100% પેટાકંપની સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ કેપિટલ લિમિટેડની સ્થાપના 2003માં કરવામાં આવી હતી અને તેના કોર્પોરેટ, રિટેલ, હાઇ નેટવર્થ ક્લાયન્ટ્સને બહુવિધ ધિરાણ ઉકેલો પ્રદાન કરે છે.

સુચિત્રા આયરે


Share

Related posts

નવસારી-રક્તદાતા ‘શતક રક્તદાતા’ નું ઓ.પી.કોહલીના હસ્તે સન્માન

ProudOfGujarat

ભરૂચ : અસરુદ્દીન ઓવૈસી પર થયેલ હુમલા અંગે એ.આઈ.એમ.આઈ.એમ. એ પાઠવ્યું આવેદન.

ProudOfGujarat

મહિલા સશક્તિકરણ પખવાડિયું અભયમ મહિલા હેલ્પલાઇન, ગોધરા દ્વારા મહિલા સ્વચ્છતા દિવસની થયેલ ઉજવણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!