Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગૂગલને પણ ચઢ્યો વર્લ્ડ કપનો રંગ, શરૂઆતના દિવસે બનાવ્યું ખાસ ડૂડલ

Share

વર્લ્ડ કપ 2023 આજથી શરૂ થઈ રહ્યો છે. ગૂગલને પણ તેનો રંગ લાગ્યો હોય તેવું લાગી રહ્યું છે. ગૂગલે વર્લ્ડ કપના ઓપનિંગ ડે પર ડૂડલ બનાવ્યું છે. ભારત આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટનું યજમાન છે. તેની શરૂઆત 1975 માં થઈ હતી. આ વખતે ટુર્નામેન્ટની 13 મી આવૃત્તિ છે. વર્લ્ડ કપમાં કુલ 10 ટીમો ભાગ લઈ રહી છે અને તેમની વચ્ચે 48 મેચ રમાશે. વર્લ્ડ કપની ટાઈટલ મેચ 19 નવેમ્બરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે.

વર્લ્ડ કપ 2023 આજથી શરૂ થઈ રહ્યો છે. ગૂગલને પણ તેનો રંગ લાગ્યો હોય તેવું લાગી રહ્યું છે. ગૂગલે વર્લ્ડ કપના ઓપનિંગ ડે પર ડૂડલ બનાવ્યું છે. ભારત આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટનું યજમાન છે. તેની શરૂઆત 1975માં થઈ હતી. આ વખતે ટુર્નામેન્ટની 13 મી આવૃત્તિ છે. વર્લ્ડ કપમાં કુલ 10 ટીમો ભાગ લઈ રહી છે અને તેમની વચ્ચે 48 મેચ રમાશે. વર્લ્ડ કપની ટાઈટલ મેચ 19 નવેમ્બરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે.

Advertisement

ક્રિકેટ વર્લ્ડ કપ ગૂગલ ડૂડલમાં શું છે?

આ ડૂડલ રન બનાવવા માટે વિકેટની વચ્ચે દોડતી બે બતક બતાવે છે. આ સાથે ગૂગલમાં L ની જગ્યાએ ક્રિકેટ બેટ બતાવવામાં આવી રહ્યું છે. ગૂગલ ડૂડલ પર ક્લિક કરવાથી તે સીધું જ ક્રિકેટ વર્લ્ડ કપના પેજ પર જઈ રહ્યું છે. જ્યાં વર્લ્ડ કપના શેડ્યૂલની સાથે ટૂર્નામેન્ટ સાથે જોડાયેલી અન્ય માહિતી પણ છે. ભારત પ્રથમ વખત વિશ્વકપનું સંપૂર્ણ આયોજન કરી રહ્યું છે. અગાઉ 1987, 1996 અને 2011 માં ભારત પડોશી દેશો સાથે સહ યજમાન હતું.

વર્લ્ડ કપના ગ્રુપ રાઉન્ડમાં 45 મેચો

વર્લ્ડ કપમાં ભારત ઉપરાંત અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ઈંગ્લેન્ડ, નેધરલેન્ડ, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકાની ટીમો ભાગ લઈ રહી છે. ગ્રુપ સ્ટેજમાં 45 મેચ રમાશે. દરેક ટીમ એકબીજા સામે એક મેચ રમશે. આ રીતે દરેક ટીમે 9-9 મેચ રમવાની હોય છે. આ પછી, પોઈન્ટ ટેબલમાં ટોપ-4માં સ્થાન મેળવનારી ટીમને સેમિફાઈનલમાં સ્થાન મળશે. સેમી ફાઈનલ મુંબઈ અને કોલકાતામાં રમાશે જ્યારે ફાઈનલ અમદાવાદમાં રમાશે.


Share

Related posts

મ્યુકરમાઈકોસીસનાં ઈન્જેક્શન હવે દરેક જિલ્લાની સરકારી હોસ્પિટલોમાં મળશે : આરોગ્ય વિભાગ.

ProudOfGujarat

दिलजीत दोसांझ अभिनीत “सूरमा” का ट्रेलर 11 जून को होगा रिलीज!

ProudOfGujarat

ગુરુ રંધાવા અને સઈ માંજરેકરના “કુછ ખટ્ટા હો જાયે” ના સેટ પરથી આ ફોટા વાયરલ થયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!