Proud of Gujarat
FeaturedGujaratINDIA

વિથ્યા રામરાજે 400 મીટર હર્ડલ્સમાં બ્રોન્ઝ જીત્યો, ભારતના ખાતામાં કુલ 63 મેડલ

Share

ચીનમાં યોજાઈ રહેલી એશિયન ગેમ્સ 2023માં ભારત ઈતિહાસ રચી રહ્યું છે. વિથ્યા રામરાજે ભારત(Vithya Ramraj Wins Bronze Medal)ને વધુ એક મેડલ અપાવ્યો છે. ભારતના ખાતામાં એશિયન ગેમ્સ 2023ના 10માં દિવસે ત્રીજો બ્રોન્ઝ મેડલ આવી ગયો છે. આ બ્રોન્ઝ વિથ્યાએ 400 મીટર હર્ડલ રેસમાં જીત્યો છે.

વિથ્યા રામરાજે 400 મીટર હર્ડલ રેસમાં ભારતને 63મો મેડલ અપાવ્યો હતો. વિથ્યાએ 55.68 સેકન્ડના સમય સાથે ત્રીજા સ્થાને રહી બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો. બહેરીનની અદેકોયાએ 54.45 સેકન્ડના સમય સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. એશિયન ગેમ્સનો આ એક નવો રેકોર્ડ પણ છે. આ ઉપરાંત ચીનની જિયાદી મોએ 55.01 સેકન્ડના સમય સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. ભારત પાસે હવે 63 મેડલ છે, જેમાં 13 ગોલ્ડ મેડલ, 24 સિલ્વર મેડલ અને 26 બ્રોન્ઝ મેડલ સામેલ છે.

Advertisement

Share

Related posts

લીંબડી ઓનેસ્ટ હોટલ નજીક રીક્ષા અને આઈસર વચ્ચે અકસ્માત સર્જાયો

ProudOfGujarat

રાજપારડી પોલીસ સ્ટેશનમાં ગ્રામ પંચાયતની ચુંટણીને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજાઇ.

ProudOfGujarat

અંકલેશ્વર ખાતે પેટ્રોલ-ડીઝલનાં ભાવ વધારા સંદર્ભે ઘોડાગાડી, સાયકલો તેમજ લારી પર મોટરસાયકલ ચઢાવી ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!