Proud of Gujarat
FeaturedGujaratINDIA

એશિયન ગેમ્સ : ચીન ટોચ પર, ભારત 24 મેડલ સાથે પાંચમા સ્થાને, અહીં જુઓ મેડલ ટેબલ

Share

ભારતીય ટુકડીએ એશિયન ગેમ્સ 2023ની હાંગઝોઉમાં ભવ્ય શરૂઆત કરી છે. ભારતે તેનો પહેલો મેડલ 24 સપ્ટેમ્બરે જીત્યો હતો અને ત્યારથી જીતનો સિલસિલો જારી રહ્યો છે. 2018 એશિયન ગેમ્સમાં, ભારતીય ટુકડીએ 570 સભ્યોની મજબૂત ટુકડીમાંથી 80 મેડલ મેળવીને એશિયન ગેમ્સમાં સૌથી વધુ મેડલ મેળવવાનો રેકોર્ડ બનાવ્યો હતો. હવે આ એડિશનમાં, ભારતીય ટીમ 100થી વધુ મેડલના લક્ષ્ય સાથે તેના અગાઉના સર્વશ્રેષ્ઠને પાર કરવાની આશા રાખે છે. મહિલા શૂટિંગ ટીમે 24 સપ્ટેમ્બરે હાંગઝોઉમાં ભારત માટે મેડલનું ખાતું ખોલ્યું હતું.

શૂટિંગ, મહિલા 10 મીટર એર રાઇફલ ટીમ

Advertisement

મેહુલી ઘોષ, રમિતા અને આશી ચોકસીની શૂટિંગ ટીમે મહિલાઓની 10 મીટર એર રાઇફલ ટીમ ઇવેન્ટમાં બીજા સ્થાને રહીને સિલ્વર મેડલ જીત્યો હતો. તેણે કુલ 1886નો સ્કોર કર્યો.

શૂટિંગ, પુરુષોની 10 મીટર એર રાઈફલ ટીમ:

દિવ્યાંશ સિંહ પંવાર, રુદ્રાંક્ષ પાટીલ અને ઐશ્વર્યા પ્રતાપ સિંહ તોમરની ત્રિપુટીએ 2023 એશિયન ગેમ્સમાં ભારતને પહેલો ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. 1893.7ના સ્કોર સાથે, તેઓએ 10 મીટર એર રાઈફલ ઈવેન્ટમાં ટીમ માટે હાલનો વિશ્વ રેકોર્ડ તોડ્યો.

મહિલા ક્રિકેટ:

ભારતીય ટીમે ફાઇનલમાં શ્રીલંકાને 19 રને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતીય ટીમે એશિયન ગેમ્સમાં પ્રથમ વખત ભાગ લીધો હતો. ટીમ ઈન્ડિયા પહેલા પ્રયાસમાં જ ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહી છે.

પુરૂષ, 10 મીટર એર પિસ્તોલ (ગોલ્ડ):

સરબજોત સિંહ, અર્જુન ચીમા અને શિવ નરવાલની પુરુષોની 10 મીટર એર પિસ્તોલ ટીમે ચીનને એક પોઈન્ટથી હરાવ્યું. ભારતે 1734ના સ્કોર સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો.

50 મીટર થ્રી પોઝિશન રાઇફલ વ્યક્તિગત, સિફ્ટ કૌર (ગોલ્ડ):

ભારતીય ખેલાડીઓ શૂટિંગમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. સિફ્ટ કૌરે ગોલ્ડ જીત્યો હતો. સિફ્ટ કૌર સમરાએ 50 મીટર થ્રી પોઝિશન રાઈફલ વ્યક્તિગત ઈવેન્ટમાં 10.2 પોઈન્ટ મેળવીને સરળતાથી ગોલ્ડ મેડલ જીત્યો હતો. એશિયન ગેમ્સ 2023માં સિંગલ ઈવેન્ટમાં ભારત માટે ગોલ્ડ જીતનારી સિફ્ટ કૌર પ્રથમ એથ્લેટ છે. ગોલ્ડ મેડલ જીતવાની સાથે સિફ્ટે નવો વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો છે. તેણે 469.6 રન બનાવ્યા જે અગાઉના રેકોર્ડ કરતા 2.6 વધુ છે.

અશ્વારોહણ ટીમ:

હૃદય છેડા, દિવ્યકૃતિ સિંહ, અનુષ અગ્રવાલ અને સુદીપ્તિ હજેલાની ભારતીય મિશ્રિત ટીમે 209.205ના સ્કોર સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો.

મેડલ જીતનારા ટોચના પાંચ દેશ

અત્યાર સુધીમાં ભારેત એશિયન ગેમ્સમાં કુલ 6 ગોલ્ડ, 8 સિલ્વર અને 10 બ્રોંઝ મેડલ જીત્યા છે. ચીન 140 મેડલ સાથે ટોચ પર છે, જેમાં 76 ગોલ્ડ, 43 સિલ્વર અને 21 બ્રોંઝ મેડલ સામેલ છે. જ્યારે બીજા ક્રમે દક્ષિણ કોરિયા જેને 19 ગોલ્ડ, 18 સિલ્વર અને 33 બ્રોંઝ સાથે કુલ 70 મેડલ જીત્યા છે. ત્રીજા ક્રમે જાપાન છે, જેણે 15 ગોલ્ડ, 27 સિલ્વર અને 24 બ્રોંઝ સાથે કુલ 66 મેડલ જીત્યા છે. ચોથા ક્રમે ઉઝ્બેકિસ્તાન છે જેણે 6 ગોલ્ડ, 10 સિલ્વર અને 12 બ્રોન્ડ મેડલ મળી કુલ 28 મેડલ જીત્યા છે.


Share

Related posts

વિશ્વ મેલેરિયા દિવસ નિમિતે ભરૂચ ના મેલેરિયા તત્રં દ્વારા કોઈ ખાસ કાર્યક્રમ ન યોજાયો .મેલેરિયા ક્ષેત્રે ભરૂચ જિલ્લા તત્રં સદંતર નિષ્ફળ …

ProudOfGujarat

દક્ષિણની અભિનેત્રી અમલા પૌલનું બોલીવૂડમાં ડેબ્યુ, અજય દેવગણ સાથે કામ કરશે

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં ખુબ ઊંચા વ્યાજે ધિરાણ કરતી ગેંગ…આ ગેંગને નાણા પુરા પાડતા મોભાદાર વ્યક્તિઓ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!