Proud of Gujarat
FeaturedGujaratINDIA

શું બદલાઈ ગયું દેશનું નામ? G20 માં પીએમ મોદીની આગળ લખ્યું હતું ‘BHARAT’

Share

નવી દિલ્હીમાં G20 કોન્ફરન્સ શરૂ થઈ ગઈ છે. ભારતની અધ્યક્ષતામાં આ સંમેલનની શરૂઆત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણથી થઈ. આમાં સૌથી રસપ્રદ બાબત એ જોવા મળી હતી કે જ્યારે પીએમ મોદી પોતાનું ભાષણ આપી રહ્યા હતા ત્યારે તેમની સામે લાગેલી નેમ પ્લેટે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. પીએમ મોદીની સામે રાખેલી દેશના નામવાળી પ્લેટ પટ ‘INDIA’ ને બદલે ‘BHARAT’ લખવામાં આવ્યું હતું. આવી સ્થિતિમાં ફરી ચર્ચાઓ શરૂ થઈ છે કે શું મોદી સરકાર કોઈ કાયદો લાવ્યા વિના કે બંધારણીય સુધારો કર્યા વિના ‘BHARAT’ નામના ઉપયોગ તરફ આગળ વધી ગઈ છે?

અગાઉ એવી ઘણી ચર્ચાઓ થઈ હતી કે સંસદના વિશેષ સત્રમાં પ્રસ્તાવ લાવીને બંધારણમાંથી ઈન્ડિયા શબ્દને હટાવી શકાય છે. જો કે, સરકારે આ અંગે આવું કોઈ ઔપચારિક નિવેદન આપ્યું નથી. આ બધી ચર્ચા ત્યારે શરૂ થઈ જ્યારે G20 કોન્ફરન્સ હેઠળ આયોજિત ડિનર કાર્યક્રમ માટે ભારતના રાષ્ટ્રપતિને મોકલવામાં આવેલા આમંત્રણમાં ‘પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા’ને બદલે ‘પ્રેસિડેન્ટ ઓફ ભારત’ લખવામાં આવ્યું હતું.

Advertisement

G20 કોન્ફરન્સની શરૂઆતમાં જ્યારે PM મોદીએ પોતાનું સંબોધન શરૂ કર્યું ત્યારે તેમની સામે મૂકવામાં આવેલી પટ્ટીએ બધાનું ધ્યાન ખેંચ્યું. આ પટ્ટી પર અંગ્રેજીમાં BHARAT લખેલું હતું. તાજેતરમાં એવો સંકેત પણ આપવામાં આવી રહ્યો હતો કે સરકાર કોઈ બંધારણીય સુધારો કર્યા વિના ઇન્ડિયાને બદલે ભારત નામનો ઉપયોગ કરવાનું શરૂ કરી દે. હવે સરકાર પણ એ જ દિશામાં આગળ વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. અગાઉ બ્રિક્સ સંમેલનમાં પણ ભારત નામનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

તમને જણાવી દઈએ કે કોન્ફરન્સની શરૂઆતમાં જ પીએમ મોદીએ આફ્રિકન યુનિયનને G20 માં સામેલ થવાનું આમંત્રણ આપ્યું. હવે આફ્રિકન યુનિયનના 55 દેશો પણ G20નો હિસ્સો બની ગયા છે અને આ શક્તિશાળી સમૂહ વધુ મોટો થઈ ગયો છે.


Share

Related posts

અંકલેશ્વરની એસ.વી.ઈ. એમ ગુ.માં સ્કુલ ખાતે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

ProudOfGujarat

મત ગણતરી સ્થળે બાળક સાથે હાજર રહી ફરજ નિભાવતી મહિલા પોલીસ કર્મચારી.

ProudOfGujarat

ભરૂચ : પૂર્વ પટ્ટીના કોંગ્રેસના આગેવાન અને કામદાર નેતા મહેશભાઈ પરમાર 300 જેટલા સમર્થકો સાથે ભાજપમાં જોડાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!