Proud of Gujarat
FeaturedINDIAinternational

પીએમ મોદી અમેરિકા જવા રવાના : 25 સપ્ટેમ્બરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને પણ સંબોધિત કરશે

Share

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો અમેરિકા પ્રવાસ આજથી શરૂ થઈ રહ્યો છે. પીએમ મોદી સવારે 11 વાગે અમેરિકા માટે રવાના થયા. ભારતના વિદેશમંત્રી એસ જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ પણ તેમની સાથે રહેશે. અમેરિકામાં પીએમ મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને પણ સંબોધન કરશે. પીએમ નરેદ્ર મોદી આજે અમેરિકા પ્રવાસ માટે રવાના થયા છે. આ મુલાકાત દરમિયાન પીએમ મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન સાથે ઘણા મહત્વના મુદ્દાઓ પર વાતચીત કરશે. આ સિવાય તે ક્વાડની બેઠકમાં હાજરી આપશે. પીએમ મોદી 25 સપ્ટેમ્બરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને પણ સંબોધિત કરશે. આ મુલાકાતમાં વિદેશ મંત્રી એસ જયશંકર, એનએસએ અજીત ડોભાલ અને વિદેશ સચિવ પણ વડાપ્રધાન સાથે રહેશે. પીએમ મોદી અમેરિકાના પ્રવાસમાં તેમના કાર્યક્રમના ભાગરૂપે અમેરિકી રાષ્ટ્રપતિ, ક્વાડ અને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકમાં હાજરી આપશે.

પોતાના આ પ્રવાસ દરમિયાન પીએમ મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે 24 સપ્ટેમ્બરના રોજ વ્હાઈટ હાઉસમાં દ્વિપક્ષીય બેઠકમાં ભાગ લેશે. આ બેઠકમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ પણ સામેલ થશે. અત્રે જણાવવાનું કે પીએમ મોદી અને બાઈડેન વચ્ચે છેલ્લા 8 મહિનાની અંદર બેવાર વર્ચ્યુઅલ બેઠક થઈ ચૂકી છે. પરંતુ આમને સામને મુલાકાત હવે થશે. પીએમનો છેલ્લો મોટો વિદેશ પ્રવાસ 2019ના નવેમ્બરમાં થયો હતો. જ્યારે તેઓ બ્રાઝિલ ગયા હતા. જો કે આ વર્ષે માર્ચમાં તેઓ બાંગ્લાદેશના સંક્ષિપ્ત પ્રવાસે પણ ગયા હતા. અમેરિકા જતા પહેલા પીએમ નરેન્દ્ર મોદીએ પોતે ટ્વીટ કરીને તેમની મુલાકાત વિશે માહિતી આપી હતી. 22-25 સપ્ટેમ્બર દરમિયાન અમેરિકાની મારી મુલાકાત દરમિયાન, હું રાષ્ટ્રપતિ જો બિડેન સાથે ભારત-યુએસ વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીની સમીક્ષા કરીશ અને પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાન-પ્રદાન કરીશ.

Advertisement

પીએમ નરેદ્ર મોદી અન્ય એક ટ્વિટમાં કહ્યું કે હું રાષ્ટ્રપતિ બિડેન, ઓસ્ટ્રેલિયાના પીએમ સ્કોટ મોરિસન અને જાપાનના પીએમ યોશીહિડે સુગા સાથે વ્યક્તિગત રૂપે ક્વાડ લીડર્સ સમિટમાં હાજરી આપીશ. તેમણે જણાવ્યું હતું કે આ સમિટ ભારત-પ્રશાંત ક્ષેત્ર માટે અમારી સહિયારી દ્રષ્ટિના આધારે ભવિષ્યના જોડાણો માટે પ્રાથમિકતાઓને ઓળખવાની તક પૂરી પાડે છે. 24 સપ્ટેમ્બરના રોજ બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય વાર્તામાં વેપાર અને સુરક્ષા જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે. અફઘાનિસ્તાન અને આસપાસના વિસ્તારોમાં બનેલા હાલાત ઉપર પણ ચર્ચા થવાની શક્યતા છે. ક્રોસ બોર્ડર આતંકવાદ અને કટ્ટરતા જેવા મુદ્દાઓ ઉપર પણ વ્યાપક ચર્ચા થવાની શક્યતા છે.

આ છે શેડ્યૂલ
22 સપ્ટેમ્બર – અમેરિકા માટે રવાના
23 સપ્ટેમ્બર- અમેરિકા પહોંચશે
23 સપ્ટેમ્બર- ઓસ્ટ્રેલિયા, જાપાનના પીએમ સાથે મુલાકાત
24 સપ્ટેમ્બર- પીએમ મોદી અને બાઈડેન વચ્ચે મુલાકાત
24 સપ્ટેમ્બર- ક્વાડ બેઠકમાં ભાગ લેશે પીએમ મોદી
25 સપ્ટેમ્બર- UNGA માં પીએમ મોદીનું સંબોધન
26 સપ્ટેમ્બર- ભારત પાછા ફરશે પીએમ મોદી


Share

Related posts

બનાસકાંઠા :ડીસાના મોટી ભાખર ગામે આધેડ ની હત્યા….

ProudOfGujarat

કેવડિયા જઈ રહેલી બાઇક રેલીનું ભરૂચ જિલ્લાનાં પાલેજમાં સ્વાગત કરાયું.

ProudOfGujarat

માંગરોળ : સરકારી વિજ્ઞાન કોલેજ વાંકલનું ગૌરવ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!