Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભારતે રચ્યો ઈતિહાસ, ચંદ્રયાન-3 નું સાઉથ પોલ પર સફળ લેન્ડિંગ, ચંદ્ર પર લહેરાયો તિરંગો

Share

ચંદ્રયાન-૩ દક્ષિણ ધુ્વની સપાટી પર સોફટ લેન્ડિંગ એટલે કે નિર્ધારિત ગતિ મુજબ ઉતરવામાં સફળતા મેળવીને ઇતિહાસ રચ્યો છે, કારણ કે દુનિયાનો કોઇ પણ દેશ ચંદ્વના દક્ષિણ ધુ્વ પર પોતાનું યાનનું લેન્ડિંગ કરાવી શકયો નથી. સફળ સોફટ લેન્ડિંગની આવડત ધરાવનારા દેશોમાં અમેરિકા, રશિયા અને ચીન પછી ભારત ચોથો દેશ બન્યો છે. લાખો દેશવાસીઓ સફળ લેન્ડિંગ માટે પ્રાર્થના કરી રહયા હતા.

ભારતની અવકાશ સંશોધન સંસ્થા ઇસરોની યશ કલગીમાં વધુ એક પીંછુ ઉમેરાયું છે. અંતરિક્ષ શ્રેત્રમાં ભારતની ખૂબ મોટી સિધ્ધિ જેની દુનિયાએ નોંધ લેવી પડશે. રશિયાનું લૂના -૨૫ મિશન નિષ્ફળ ગયા પછી દુનિયાની નજર ભારતના ચંદ્રયાન-૩ પર મંડાયેલી હતી. રશિયા જેવા મહાસત્તા દેશની નિષ્ફળતા સામે ભારતની સફળતા અંતરિક્ષમાં ખૂબ મોટી છલાંગ છે. અત્યાર સુધી દુનિયાના દેશોએ જે સ્પેસમિશન મોકલ્યા છે તેમાંના મોટા ભાગના ચંદ્રના મધ્ય ભાગમાં હતા.

Advertisement

મધ્ય ભાગ પ્રમાણમાં સપાટ અને સરળ છે તેની સરખામણીમાં દક્ષિણ ભાગની સપાટી અસમાન છે. ઉબડ ખાબડ સપાટી પર રોવર ઉતારવું અત્યંત મુશ્કેલ કામ છે. દક્ષિણ ધુ્વ પર એક પર્વતની ઉંચાઇ ૭ હજાર મીટર છે. ક્રેટર અને પર્વતોની છાયા હેઠળ આવતા વિસ્તારોમાં તાપમાન માઇનસ ૨૦૩ થી ૨૪૩ ડિગ્રી સુધી રહે છે. ચંદ્રનો દક્ષિણી ધ્રુવ વિસ્તાર ૨૫૦૦ કિમી પહોળો અને ૮ કિમી ઉંડો છે. આ ભાગના સૌરમંડળના સૌથી જુના ઇમ્પેકટ ક્રેટર માનવામાં આવે છે.

આ ક્રેટર ગ્રહ કે ઉલ્કાપિંડ ટકરાવાથી બન્યા હોવાનું માનવામાં આવે છે. ચંદ્ર પરના સૌથી જૂના ક્રેટર વિશે સમજવું હોયતો દક્ષિણ ધુ્રવ પર યાન ઉતાર્યા વિના શકય નથી. ચંદ્રમાના દક્ષિણ ભાગમાં સૂર્યના કિરણો ક્ષિતિજથી થોડા ઉપર અથવા તો થોડા જ નીચે રહે છે, આવા કિસ્સામાં એ સમયે તાપમાન ૫૪ ડિગ્રી જેટલું રહે છે. ભારત ચંદ્વયાન-૩ અને ચંદ્રયાન -૪ પછી વર્ષ ૨૦૨૬માં જાપાન સાથે મળીને જોઇન્ટ પોલર એકસપ્લોરેશન મિશન પર કામ કરવાનું છે તેનો હેતું ચંદ્રના ડાર્કનેસ ધરાવતા ભાગો અંગેની જાણકારી મેળવવાનો છે.

૨૦૦૮માં ભારતનું પ્રથમ ચંદ્રયાન-૧ દુનિયામાં પ્રથમ લૂનાર મિશન હતું જેને ચંદ્રમા પર પાણીની શોધ કરી હતી. ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ ઓછું હોવાથી વાતાવરણ જોવા મળતું નથી. આથી પાણી ઘન સ્વરુપમાં હોઇ શકે છે. દુનિયાની અંતરિક્ષ એજન્સીઓ પોતાના વૈજ્ઞાનિકોને ચંદ્ર પર મોકલવા ઇચ્છે છે પરંતુ ચંદ્ર પર રહેવું હોયતો પાણીનો જથ્થો હોવો જરુરી છે. પૃથ્વી પરથી ૧ લિટર પાણીનો જથ્થો લઇ જવામાં ૧ મીલિયન ડોલરનો ખર્ચ થાય છે.


Share

Related posts

ભરૂચ : પ્રતિબંધ હોવા છતાં મસમોટા ભારે વાહનો નર્મદા મૈયા બ્રિજ પરથી થઇ રહ્યા છે પસાર : ટ્રાફિકજામનો સિલસિલો યથાવત…!

ProudOfGujarat

અંકલેશ્વર : મંગલમૂર્તિ સોસાયટી ખાતે મહિલાઓની આર્થિક સદ્ધરતા માટે ઘરેલુ રાશન કીટનું વિતરણ કરાયું.

ProudOfGujarat

ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે હોમિયોપેથીક વિભાગ દ્વારા કોરોના વાયરસનો ઉકાળો તથા હોમિયોપેથીક દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!