Proud of Gujarat
FeaturedGujaratINDIA

અટલ બિહારી વાજપેયીની આજે 5 મી પુણ્યતિથિ, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને PM મોદીએ ‘સદૈવ અટલ’ પર જઈને આપી શ્રદ્ધાંજલિ

Share

આજે 16 મી ઓગસ્ટે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની 5 મી પુણ્યતિથિ છે. આ અવસર પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક નેતાઓએ પૂર્વ પીએમના સ્મારક સ્થળ ‘સદૈવ અટલ’ પર શ્રદ્ધાંજલિ આપી. આ સાથે રક્ષા મંત્રી રાજનાથ સિંહ, લોકસભા સ્પીકર ઓમ બિરલા પણ સમાધિ પર હાજર રહ્યા. જણાવી દઈએ કે ભારતીય રાજકારણના અજાતશત્રુ અટલ બિહારી વાજપેયીનું લાંબી બીમારી બાદ 16 ઓગસ્ટ 2018ના રોજ અવસાન થયું હતું.

પીએમ મોદીએ અટલ બિહારી વાજપેયીને તેમની પાંચમી પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી. અટલ બિહારી વાજપેયીને યાદ કરીને, તેમણે તેમના X (Twitter) હેન્ડલ પર લખ્યું, “ભારતના 140 કરોડ ભારતીયો સાથે મળીને હું અતુલ્ય અટલ બિહારી વાજપેયીજીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. તમારા નેતૃત્વથી દેશને ઘણો ફાયદો થયો છે. દેશના વિકાસને નવી ઉંચાઈઓ પર લઈ જવામાં અને 21મી સદીમાં દેશને દરેક ક્ષેત્રમાં આગળ લઈ જવામાં તમારી મહત્ત્વની ભૂમિકા હતી.”

Advertisement

ત્યારે ગૃહ મંત્રી અમિત શાહે એક ટ્વીટમાં લખ્યું કે ભારતીય રાજકારણના સૌથી આદરણીય અજાતશત્રુ અટલજીએ વિચારધારા અને સિદ્ધાંતો પર આધારિત રાજકારણના ઉચ્ચતમ ધોરણો સ્થાપિત કર્યા. રાષ્ટ્રની સેવા કરવાની તેમની પ્રબળ ઈચ્છાશક્તિથી એક તરફ તેમણે સુશાસનનો પાયો નાખ્યો અને બીજી તરફ તેમણે પોખરણથી સમગ્ર વિશ્વને ભારતની ક્ષમતાનો પરિચય કરાવ્યો. પોતાના સંગઠનાત્મક કૌશલ્યથી પક્ષને શૂન્યમાંથી શિખર પર લઈ જવામાં અમૂલ્ય યોગદાન આપનારા આવા મહાપુરુષને તેમની પુણ્યતિથિ નિમિત્તે કોટિ કોટી વંદન.


Share

Related posts

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલ ખાતે દીકરીઓને સ્વ- બચાવની તાલીમ અપાઈ.

ProudOfGujarat

માંગરોળ : ભારતીય વિદ્યા ભવન્સ જી.આઇ.પી.સી એલ એકેડમી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ અંતર્ગત વિશેષ પ્રાર્થના સભાનું આયોજન કરાયું

ProudOfGujarat

નડિયાદના ચકલાસીમાં ટેમ્પો અને ડમ્પર વચ્ચે અકસ્માત થતાં એક વ્યક્તિનું મોત નીપજ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!