Proud of Gujarat
FeaturedGujaratINDIA

ચંદ્રયાન-3 લક્ષ્યની નજીક, ચંદ્રની ચોથી કક્ષામાં પ્રવેશ્યું, 177 કિ.મી. જ દૂર

Share

ઈસરોએ ચંદ્રયાન-3 ને ચંદ્રની ચોથી કક્ષામાં પહોંચાડી દીધું છે. હવે ચંદ્રયાન લગભગ 150 કિમી x 177 કિમીની ગોળાકાર ભ્રમણકક્ષામાં આગળ વધી રહ્યું છે. ઈસરોએ 14 ઓગસ્ટની સવારે લગભગ પોણા બાર વાગ્યે ચંદ્રયાન-3ના થ્રસ્ટર્સ ચાલુ કર્યા હતા. લગભગ 18 મિનિટ સુધી એન્જિન ચાલુ કરાયા હતા.

5 ઓગસ્ટે ચંદ્રયાન-3 ચંદ્રની પ્રથમ કક્ષામાં પહોંચ્યું હતું. જે બાદ તેની ભ્રમણકક્ષા બે વખત બદલવામાં આવી હતી. આ દિવસે જ ચંદ્રયાને ચંદ્રની પ્રથમ તસવીરો મોકલી હતી. તે સમયે ચંદ્રયાન 164 x 18074 કિમીની લંબગોળ ભ્રમણકક્ષામાં 1900 કિમી પ્રતિ સેકન્ડની ઝડપે ચંદ્રની આસપાસ ફરતું હતું. જે 6 ઓગસ્ટ 2023 ના રોજ ઘટાડીને 170 x 4313 કિમી ભ્રમણકક્ષા કરવામાં આવી હતી. એટલે કે તેને ચંદ્રની બીજી ભ્રમણકક્ષામાં મૂકવામાં આવ્યું હતું.

Advertisement

આ પછી, 9 ઓગસ્ટના રોજ, ત્રીજી વખત ભ્રમણકક્ષા બદલવામાં આવી. પછી તે ચંદ્રની સપાટીથી 174 કિમી x 1437 કિમીની ભ્રમણકક્ષામાં આગળ વધી રહ્યું હતું. ISRO ચંદ્રયાન-3ના એન્જિનને ચંદ્રની ભ્રમણકક્ષામાં રેટ્રોફાયરિંગ કરાવી રહ્યું છે. એટલે ઝડપ ધીમી કરવા માટે વાહનને વિરુદ્ધ દિશામાં ચલાવાઈ રહ્યું છે. આ પછી, 16 ઓગસ્ટના રોજ સવારે 8:38 થી 8:39 વચ્ચે પાંચમી કક્ષા બદલવામાં આવશે. એટલે કે તેના એન્જિનને માત્ર એક મિનિટ માટે ચાલુ રખાશે.

17 ઓગસ્ટે ચંદ્રયાન-3 ના પ્રોપલ્શન અને લેન્ડર મોડ્યુલ અલગ થઈ જશે. તે જ દિવસે, બંને મોડ્યુલ ચંદ્રની આસપાસ 100 કિમી x 100 કિમીની ગોળાકાર ભ્રમણકક્ષામાં હશે. લેન્ડર મોડ્યુલનું ડીઓર્બીટીંગ 18 ઓગસ્ટના રોજ સાંજે 4.45 થી 4.00 વાગ્યાની વચ્ચે થશે. એટલે કે તેની ભ્રમણકક્ષાની ઊંચાઈ ઓછી થઈ જશે. 20 ઓગસ્ટે ચંદ્રયાન-3નું લેન્ડર મોડ્યુલ સવારે 2.45 કલાકે ડી-ઓર્બિટ કરશે. 23 ઓગસ્ટે લેન્ડર ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક ઉતરશે. જો બધું બરાબર રહેશે, તો લેન્ડર લગભગ સાડા છ વાગ્યે ચંદ્રની સપાટી પર ઉતરશે. બેંગલુરુમાં ISROના સેન્ટર ટેલિમેટ્રી, ટ્રેકિંગ અને કમાન્ડ નેટવર્ક (ISTRAC)ના મિશન ઓપરેશન્સ કોમ્પ્લેક્સ (MOX) પરથી ચંદ્રયાન-3ના સ્વાસ્થ્યનું સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. હાલમાં ચંદ્રયાન-3ના તમામ સાધનો યોગ્ય રીતે કામ કરી રહ્યા છે.


Share

Related posts

ઝઘડીયા પોલીસ મથકના સ્ટાફ દ્વારા ટુ વ્હિલરો પર તારનો સેફ્ટી બેરિયર લગાવાયો.

ProudOfGujarat

ઉમરપાડાના નવાગામ ટુડીના ચેકડેમમાં ડેડીયાપાડાના ભુતબેડા ગામનો ખેડૂત ડૂબ્યો.

ProudOfGujarat

ઝઘડીયા વિસ્તારના ૨૬ જેટલા ગામોમાં સમારકામને લઇને આજે વીજપુરવઠો બંધ રહ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!