Proud of Gujarat
FeaturedGujaratINDIA

લોકમાન્ય તિલક પુરસ્કારથી સન્માનિત થયા વડાપ્રધાન મોદી, શરદ પવાર પણ મંચ પર રહ્યા હાજર

Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મંગળવારે પુણેમાં તિલક સ્મારક ટ્રસ્ટ તરફથી લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરાયા. ખાસ વાત એ છે કે, વિપક્ષી એકતાની કવાયત અને NCP માં વિખવાદ વચ્ચે શરદ પવાર પણ આ કાર્યક્રમનો ભાગ બન્યા અને તેમણે વડાપ્રધાન મોદી સાથે મંચ શેર કર્યું. આ દરમિયાન બંને નેતાઓએ એકબીજાના હાલચાલ પણ પૂછ્યા. જોકે, પુરસ્કાર ટ્રસ્ટના મુખ્ય ટ્રસ્ટી દીપક તિલકના હાથે અપાયો. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ એવોર્ડની રકમ નમામિ ગંગે યોજનાને આપવાનું એલાન કર્યું.

આ દરમિયાન શરદ પવારે કહ્યું કે, શિવાજી મહારાજે પોતાનું સામ્રાજ્ય બનાવ્યું. પરંતુ તેમણે કોઈની જમીન નહોતી છીનવી. પવારે કહ્યું કે, હવે સર્જિકલ સ્ટ્રાઈકની ચર્ચા થઈ રહી છે. પરંતુ લાલ મહેલમાં પહેલી સર્જિકલ સ્ટ્રાઈક શિવાજી મહારાજના સમયમાં થઈ હતી. જ્યારે લોકમાન્યએ પુણેમાં પ્રવેશ કર્યો તો તેમણે એક માહોલ બનાવ્યો કે જો બ્રિટિશ હાથકડી તોડવી છે તો સામાન્ય લોકોને જાગવું પડશે.

Advertisement

આ પહેલી વખત બન્યું છે, જ્યારે અજિત પવારની બળવાખોરી બાદ શરદ પવાર અને વડાપ્રધાન મોદી કોઈ કાર્યક્રમમાં એક મંચ પર સાથે દેખાયા હોય. પહેલા અટકળો હતી કે શરદ પવાર આ કાર્યક્રમમાં સામેલ નહીં થાય. જોકે, શરદ પવારે કાર્યક્રમમાં હાજરી આપી હતી.

સહયોગીઓની અપીલને સાઈડલાઈન કરતા શરદ પવારે વડાપ્રધાન સાથે સ્ટેજ શેર કર્યું. જોકે, તિલક સ્મારકના આ પુરસ્કારની જાહેરાત બાદથી કોંગ્રેસ નાખુશ છે. તેમ છતા શરદ પવાર વિપક્ષી એકતાના એજન્ડા સાથે અલગ ચાલતા દેખાયા.

આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી, શરદ પવાર સિવાય મહારાષ્ટ્રના રાજ્યપાલ રમેશ બેઝ, સીએમ એકનાથ શિંદે, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્યમંત્રી અજિત પવાર, પૂર્વ ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદે હાજર રહ્યા. જોકે, કાકા સાથે બળવાખોરી બાદ જાહેર કાર્યક્રમમાં સ્ટેજ પર પહેલીવાર શરદ પવાર અને અજિત પવાર આમને-સામને થયા. જોકે, અજિત પવારે શરદ પવાર સામે આંખો મિલાવી ન હતી. તેઓ શરદ પવારની પાછળ પાછળ ચાલતા નજરે પડ્યા.


Share

Related posts

રાજપીપળાનાં સિંધીવાડ વિસ્તારમાં ગત રાત્રે વીજ કંપનીની લાઈનમાં શોર્ટ સર્કિટ : અનેક લોકોનાં ઇલેક્ટ્રિક ઉપકરણો ફૂંકાયા.

ProudOfGujarat

સુરત : પોલીસ કે બુટલેગર! વરાછાના પોલીસ કોન્સ્ટેબલ અને હોમગાર્ડે ઝડપેલો દારૂ વેચાણ કરવા ખાનગી કારમાં મૂક્યો, હોમગાર્ડની ધરપકડ, કોન્સ્ટેબલ વોન્ટેડ

ProudOfGujarat

ભરૂચ ખાતે કિસાન સન્માન દિવસની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!