Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાકિસ્તાની સીમા હૈદરના કેસમાં ATS એ કર્યો મોટો પર્દાફાશ

Share

સીમાએ સિદ્ધાર્થનગરમાં રૂપનાહદેહી-ખુનવા બોર્ડરથી ભારતમાં પ્રવેશ કર્યો હતો, જ્યારે અગાઉ તેણે નેપાળની સોનૌલી બોર્ડરથી ભારતમાં પ્રવેશવાની વાત કહી હતી. તેમણે જે બે સ્થળોનો ઉલ્લેખ કર્યો હતો, તે દિવસે તે બંને સ્થળોએથી કોઈ ત્રીજા રાષ્ટ્રના નાગરિકે પ્રવેશ લીધો ન હતો.

તપાસમાં સામે આવ્યું છે કે 13 મી મેના રોજ ભારત-નેપાળ બોર્ડર સોનૌલી સેક્ટર અને સીતામઢી સેક્ટરમાં કોઈ પણ ત્રીજા રાષ્ટ્રના નાગરિકની હાજરી વિશે કોઈ માહિતી નથી. સીમા અને સચિને આ બંને જગ્યાએથી ભારતમાં પ્રવેશનો દાવો કર્યો હતો. તે દિવસના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી તો સીમા ક્યાંય દેખાય ન હતી. નિયમ પ્રમાણે, જો કોઈ ત્રીજા દેશનો નાગરિક ભારત-નેપાળ સરહદની આ અથવા પેલી બાજુ જાય છે, તો બંને દેશોની પોલીસ એકબીજાને તેની માહિતી આપે છે. પરંતુ ભારતની પોલીસને આવી કોઈ માહિતી મળી નથી. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે બંનેએ ખોટી વાર્તા બનાવી હતી.

Advertisement

પ્રાથમિક તપાસમાં એ પણ સામે આવ્યું છે કે સીમા હૈદર અને સચિન નેપાળની ન્યુ વિનાયક હોટલના રૂમ નંબર 204 માં નકલી નામ અને સરનામાં સાથે રહેતા હતા. ત્યાં સીમાએ પોતાને ભારતીય અને સચિનની પત્ની ગણાવી હતી. હોટલના રજીસ્ટરમાં પણ બંનેએ તેમના સાચા નામ જાહેર કર્યા નથી. બંને ત્યાં ખોટા નામથી રહેતા હતા. સચિન એક દિવસ પહેલા નેપાળ પહોંચી ગયો હતો જ્યારે સીમા બીજા દિવસે નેપાળ પહોંચી હતી.


Share

Related posts

રોટરી કૉમ્યુનિટી કોર્પ્સ આયોજિત કરાઓકે સંગીત ગીત સ્પર્ધા RCCનાં સભ્યો માટે રોટરી ક્લબ ભરૂચનાં હોલમાં યોજાઈ

ProudOfGujarat

ઝઘડીયાના સરકારી બોરીદ્રા ગામે ઉકરડો કેમ હટાવતો નથી એમ કહીને હુમલો કર્યો.

ProudOfGujarat

રાજપીપળા : વડિયા જકાતનાકાથી દેવનારાયણ સોસાયટીને જોડતા રોડનું ભૂમિપૂજન સાથે ખાતમુહૂર્ત કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!