વડાપ્રધાન મોદી યુએઈની મુલાકાતે પહોંચ્યા છે. આ દરમિાયન તેમણે યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન સાથે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરી હતી. યુએઈના રાષ્ટ્રપતિએ તેમનું સ્વાગત કર્યું હતું.
પીએમ મોદી આ યાત્રા દરમિયાન ઊર્જા, ખાદ્ય સુરક્ષા અને સંરક્ષણ જેવા ક્ષેત્રો અંગે ચર્ચા કરી શકે છે. આ દરમિયાન બંને દેશો તેમના દ્વિપક્ષીય સંબંધોની પ્રગતિની સમીક્ષા કરશે. બંને દેશો વચ્ચે આર્થિક ભાગીદારીને નવી ગતિ આપનાર CEPA પર કોરોના મહામારી દરમિયાન હસ્તાક્ષર કરાયા હતા. ભારત અને યુએઈ વેપાર, રોકાણ, ઊર્જા, ખાદ્યા સુરક્ષા, સાયન્સ એન્ડ ટેક્નોલોજી, શિક્ષણ, ફિનટેક, સુરક્ષા અને લોકો વચ્ચે સંપર્ક જેવા ક્ષેત્રોમાં સંબંધોને મજબૂત કરી રહ્યા છે.
વડાપ્રધાન મોદીએ આ દરમિયાન COP28 ના અધ્યક્ષ સાથેની મુલાકાત દરમિયાન ભારતના પૂર્ણ સહયોગનું આશ્વાસન આપ્યું હતું. પીએમ મોદીએ યુએઈમાં યોજાનાર સંયુક્ત રાષ્ટ્ર ક્લાઈમેટ ચેન્જ સમિટ COP28ના અધ્યક્ષ ડૉ. સુલતાન અલ જાબેર સાથે શનિવારે સાર્થક વાતચીત કરી હતી.