હમણાં છેલ્લા અઠવાડિયાથી દેશનાં વિવિધ રાજ્યોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે તેની સાથે વીજળી પણ જોરદાર થતી જોવા મળે છે. હાલમાં જ 2 -3 દિવસ પહેલા જ દેશના દિલ્હીથી લઈને ઉત્તર પ્રદેશ અને બિહારમાં વીજળી પડવાની ઘટનાઓ જોવા મળી છે. આ સાથે આકાશમાં વીજળી થવા સાથે સાથે અવાજ પણ ભયંકર થતો હોય છે. અને ક્યારેક તો તે જમીન પર પડતી હોય છે.
1872 માં વૈજ્ઞાનિક બેંજામિન પહેલો એવો શખ્સ છે જેણે વીજળીના ચમકારા વિશે વાત કહી છે. તેમણે કહ્યું હતું કે, જ્યારે આકાશમાં વાદળો છવાયેલા હોય છે તો તેમા રહેલુ પાણી અને નાના-નાના કણો હવાના ઘસારાના કારણે ચાર્જ થાય છે. જેમા કેટલાક વાદળો પર પોઝીટીવ ચાર્જ થાય છે તો કેટલાક વાદળો પર નેગેટીવ ચાર્જ આવે છે. પરંતુ જ્યારે આ બન્ને પ્રકારના ચાર્જ વાળા વાદળો સાથે મળે છે, ત્યારે તેમાથી લાખો વોલ્ટની વીજળી પેદા થાય છે.
આકાશમાં આ રીતે વીજળી પેદા થયા બાદ તે વાદળોની વચ્ચે જગ્યા હોય છે. અને ત્યાથી વીજળીની ધારા વહે છે જેમા બહુ જ મોટા પ્રમાણમાં ચમક પેદા થાય છે. આ ઉપરાંત વીજળીની ધારામાથી બહુ જ ગરમી પેદા થાય છે. તેમાથી હવા ફેલાય છે અને તેના કરોડો કણ અંદરો અંદર એકબીજા સાથે ટકરાય છે. જેના કારણે તેમાથી મોટો અવાજ થાય છે.
જ્યારે ચાર્જ થયેલા વાદળો પૃથ્વી પર કોઈ ઊંચા ઝાડ કે ઈમારત પાસેથી પસાર થાય છે, ત્યારે ઝાડ કે ઈમારતમાં તેના ચાર્જ સામે વિપરીત ચાર્જ પેદા થાય છે, અને તેમા આ માત્રા વધારે હોય છે ત્યારે વાદળમાંથી વીજળી તે મકાન કે ઝાડ પડે છે, આને જ વીજળી પડવી કહેવામાં આવે છે.