Proud of Gujarat
FeaturedGujaratINDIA

પ્લેસ્ટોર કે એપસ્ટોર નહી, હવે Facebook પરથી ડાઉનલોડ કરી શકાશે એપ્સ

Share

ટૂંક સમયમાં ફેસબુક યુઝર્સ સીધા ફેસબુક પરથી જ એપ્સ ડાઉનલોડ કરી શકશે. મેટા ગૂગલના પ્લેસ્ટોર અને એપલના એપસ્ટોરને બાયપાસ કરવા માંગે છે અને યુઝર્સને ફેસબુક પરથી સીધા જ એપ્સ ડાઉનલોડ કરવાની મંજૂરી આપે છે. કંપની તેને યુરોપિયન યુનિયનમાં લોન્ચ કરવાનું વિચારી રહી છે. યૂઝર્સ એક ક્લિકમાં અહીંથી સીધા જ જાહેરાતમાં દર્શાવેલ એપ ડાઉનલોડ કરી શકશે.

મેટા તરફથી આ સમાચાર આવ્યા છે કારણ કે EUના ડિજિટલ માર્કેટ એક્ટ, જે મોટી ટેક કંપનીઓને તેમના પ્લેટફોર્મ પર વૈકલ્પિક એપ સ્ટોર્સને મંજૂરી આપવાનું ફરજિયાત કરે છે, તે આવતા વર્ષથી અમલમાં આવવાની તૈયારીમાં છે. એન્ડ્રોઈડ પહેલાથી જ તેના યુઝર્સને એપ્સ સાઇડલોડ કરવાની મંજૂરી આપે છે. જો કે ગૂગલ તેના ઇન-એપ બિલિંગને લિંક કરીને અને પ્લે સ્ટોર સાથે લાઇસન્સ આપીને તેને મુશ્કેલ બનાવે છે. જો કે આ હોવા છતાં મેટા ટૂંક સમયમાં જ એન્ડ્રોઇડ યુઝર્સ સાથે આ નવો પ્રોજેક્ટ શરૂ કરી શકે છે.

Advertisement

મેટાએ ડેવલપર્સને પાયલોટ પ્રોગ્રામમાં જોડાવા કહ્યું છે અને તેમને ખાતરી પણ આપી છે કે તેમની એપ્લિકેશન્સ આ પ્લેટફોર્મ પરથી વધુ ડાઉનલોડ કરવામાં આવશે કારણ કે યુઝર્સ અહીંથી સીધા જ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકશે. આ માટે તેમણે પ્લેસ્ટોર પર જવાની જરૂર નહીં પડે. હાલમાં કંપની કોઈપણ એપ્લિકેશન માટે કોઈ ચાર્જ લેશે નહીં. ડેવલપર્સ પોતાની રીતે એપ્સનું બિલિંગ કરી શકે છે.

EU ના ડિજિટલ માર્કેટ એક્ટ અમલમાં આવ્યા પછી મેટા એકમાત્ર એવી કંપની નથી કે જે મોબાઈલ એપ્સનું વિતરણ કરવામાં રસ ધરાવતી હોય. માઇક્રોસોફ્ટ યુઝર્સને સાઇડલોડિંગનો વિકલ્પ પણ આપવા માંગે છે. એવું માનવામાં આવે છે કે કંપની આવતા વર્ષે યુરોપમાં iOS અને Android પર ગેમ માટે વૈકલ્પિક એપ સ્ટોર શરૂ કરી શકે છે.


Share

Related posts

વડોદરાના સોશિયલ વર્કર પાસે છે 1 ઇંચથી 1 ફૂટ સુધીની ગણપતિની એન્ટિક મૂર્તિઓનું કલેક્શન, 40 વર્ષથી કરે છે કલેક્ટ

ProudOfGujarat

રાજકોટમાં તહેવારો ટાણે જ ડુપ્લીકેટ ઘીના બનાવટ સાથે એક શખ્સની ધરપકડ.

ProudOfGujarat

રાજપીપલાની સિવીલ હોસ્પિટલ ખાતે જિલ્લાકક્ષાના “બ્લોક હેલ્થ મેળા” નો શુભારંભ કરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!