ઓમ રાઉતની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘આદિપુરુષ’ની રિલીઝમાં માત્ર એક જ દિવસ બાકી છે. આ ફિલ્મને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. સાઉથના સુપરસ્ટાર પ્રભાસે આ ફિલ્મમાં ભગવાન રામની ભૂમિકા ભજવી છે અને આ ફિલ્મ અભિનેતા માટે પણ ઘણી મહત્વની છે. પ્રભાસ ઘણા સમયથી બ્લોકબસ્ટરની આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો. ભારતમાં તેની રજૂઆતના એક દિવસ પહેલા, ફિલ્મ યુએસએમાં દર્શકો માટે ખુલશે કારણ કે ડીસ્ટ્રીબ્યુટરોએ AMC સ્ટબ્સ એ-લિસ્ટને પસંદ કર્યું છે.
મળેલા અહેવાલો મુજબ ‘આદિપુરુષ’એ યુએસ માર્કેટમાં આશરે 4.10 કરોડ રૂપિયાની એડવાન્સ બુકિંગ ટિકિટ વેચી છે. ઓસ્ટ્રેલિયામાં ફિલ્મનું એડવાન્સ બુકિંગ લગભગ 83 લાખ રૂપિયા છે. આ ઉપરાંત યુકે બુકિંગમાં ફિલ્મે 50 લાખ રૂપિયાનું કલેક્શન કર્યું છે, જ્યારે કેનેડામાં, ફિલ્મનું એડવાન્સ બુકિંગ કલેક્શન 25 લાખ રૂપિયા છે. આ સિવાય ફિલ્મે યુરોપિયન અને સાઉથ રિજન્સમાં 40 લાખનું એડવાન્સ બુકિંગ કલેક્શન કર્યું છે. એકલા યુએસ પ્રીમિયર બાદ આ ફિલ્મ 1 મિલિયન ડોલર એકત્રિત કરશે તેવી અપેક્ષા છે.
આદિપુરુષ માટે સૌથી મોંઘી ટિકિટો દિલ્હી-એનસીઆરમાં વેચાઈ રહી છે. PVR ડિરેક્ટર્સ કટ, એમ્બિયન્સ મોલમાં ફિલ્મની એક ટિકિટની કિંમત 2200 રૂપિયા છે. ટિકિટની આ કિંમત 2D ફોર્મેટમાં મૂવીના હિન્દી વર્ઝન માટે છે. આદિપુરુષ એક 3D ફીચર ફિલ્મ છે. આ ફિલ્મ હિન્દી સહિત તમિલ, મલયાલમ અને કન્નડ ભાષામાં પણ 16 જૂને રિલીઝ થશે.