કૈરન કાજી નામનો એક કિશોર અત્યારે ખૂબ ચર્ચામાં છે. કૈરન સ્પેસએક્સની સ્ટારલિંક એન્જિનિયરિંગ ટીમમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે જોડાશે. તેને આ પદ ટેક્નિકલી ચેલેન્જિંગ ફન ઈન્ટરવ્યૂ સફળતાપૂર્વક પાસ કર્યા બાદ ઓફર થયુ છે. તેણે આ વિશેની જાણકારી પોતાના લિંક્ડિન એકાઉન્ટ દ્વારા આપી છે. કૈરને સ્પેસએક્સને વિશ્વની સૌથી મજેદાર કંપની ગણાવી છે.
કૈરને પોતાની પોસ્ટમાં લખ્યુ, જુદો પડાવ: સ્પેસએક્સ! હુ દુનિયાની સૌથી મજેદાર કંપનીમાં સ્ટારલિંક એન્જિનિયરીંગ ટીમ સાથે સોફ્ટવેર એન્જિનિયર તરીકે જોડાઈશ. આ અમુક પસંદ કરાયેલી કંપનીઓમાંની એક છે જેણે પરિપક્વતા અને ક્ષમતાને માપવા માટે ઉંમરનો બાધ રાખ્યો નથી. આવુ પહેલીવાર નથી થયુ કે જ્યારે કૈરન ચર્ચામાં આવ્યો છે. તે 2 વર્ષની ઉંમરથી ચર્ચામાં છે.
કૈરન જ્યારે 2 વર્ષનો હતો ત્યારે તે પૂરા વાક્ય બોલવા લાગ્યો હતો. જ્યારે તે ત્રીજા ધોરણમાં હતો ત્યારે તેને લાગ્યુ કે સ્કુલ તરફથી મળતુ કાર્ય તેના નોલેજને વધારવા માટે પૂરતુ નથી. આના અમુક મહિનાઓ બાદ કાજીને ઈન્ટેલ લૈબ્સામાં એઆઈ રિસર્ચ કો-ઓપ ફેલો તરીકે ઈન્ટર્નશિપ મળી ગઈ. કૈરને 11 વર્ષની ઉંમરે કોમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરીંગના અભ્યાસ માટે કોલેજમાં એડમિશન લીધુ. કૈરન હાલ સેન્ટા ક્લૈરા યુનિવર્સિટી સ્કુલ ઓફ એન્જિનિયરીંગના વિદ્યાર્થી છે. કૈરન તે કોલેજનો સૌથી યુવાન ગ્રેજ્યુએટ હશે.
કાજી અદ્ભુત મગજ ધરાવે છે. તેનો આઈક્યૂ લેવલ સામાન્ય લોકોના આઈક્યૂ કરતા 99.9 પર્સેન્ટાઈલ ઉપર છે. કાજીને અસેસિન ક્રીડ જેવી ગેમ્સ રમવી પસંદ છે. તેના માતા-પિતાએ કહ્યુ કે તે સૌ સાથે ભળી જાય છે. કાજી હવે ટૂંક સમયમાં જ પોતાની માતા સાથે વોશિંગ્ટન શિફ્ટ થશે. હાલ તે કેલિફોર્નિયામાં રહે છે.