ભારતમાં ડાયાબિટીસના દર્દીઓ ઝડપથી વધી રહ્યા છે. ડાયાબિટીસ ઓછુ હોય કે વધુ બંને સ્થિતિમાં દર્દીના સ્વાસ્થ્ય માટે ખતરો બની શકે છે. તાજેતરમાં ICMR દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસમાં ડાયાબિટીસ અંગે ચોંકાવનારા ખુલાસા થયા છે.
લોહીમાં જ્યારે ગ્લુકોઝનું પ્રમાણ ઘટવા લાગે છે ત્યારે તેને ડાયાબિટીસ રોગ કહેવાય છે. જ્યારે પ્રી-ડાયાબિટીસ વ્યક્તિ એવી હોય છે જેનું બ્લડ શુગર લેવલ સામાન્ય કરતા વધારે હોય પરંતુ ટાઇપ-2 ડાયાબિટીસ તરીકે વર્ગીકૃત કરી શકાય તેટલું ઊંચું ન હોય. UK મેડિકલ જર્નલ ‘લેસેન્ટ’માં પ્રકાશિત થયેલા ICMR અભ્યાસ અનુસાર વર્ષ 2019માં 7 કરોડ લોકો ડાયાબિટીસથી પીડિત હતા જ્યારે હાલમાં આ સંખ્યા વધીને 10.1 કરોડ જેટલી થઈ ગઈ છે. જે બાદ રાજ્ય કક્ષાએ તાત્કાલિક પગલાં ભરવાની જરૂર હોવાનું જણાવાયું છે.
ICMR અભ્યાસમાં જાહેર કરવામાં આવેલ ચિંતાજનક ડેટા સૂચવે છે કે ભારતમાં 10 કરોડથી વધુ લોકોને ડાયાબિટીસ છે અને 13.6 કરોડ લોકો પ્રી-ડાયાબિટીસ છે. દેશમાં 11.4 ટતા લોકો ડાયાબિટીસ અને 15.3 ટકા પ્રી-ડાયાબિટીક છે. જેનો અર્થ છે કે એક ચતુર્થાંશથી વધુ લોકો ડાયાબિટીસની ઝપેટમાં આવી ગયા છે અને 35.4 ટકા લોકોને હાઈપરટેન્શનની સમસ્યા છે. આ સર્વેમાં 20 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના લોકોને સામેલ કરવામાં આવ્યા હતા.
ICMR અભ્યાસ મુજબ હાલમાં ગોવામાં 26.4 ટકા ડાયાબિટીસના સૌથી વધુ દર્દીઓ છે. જો કે અભ્યાસમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે યુપી, એમપી, બિહાર અને અરુણાચલ પ્રદેશ જેવા રાજ્યો કે જેઓ હાલમાં ઓછા વ્યાપ ધરાવે છે તેઓ આગામી વર્ષોમાં ‘ડાયાબિટીસના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ શકે છે. અભ્યાસના લેખક અને મદ્રાસ ડાયાબિટીસ રિસર્ચ ફાઉન્ડેશનના પ્રમુખ ડૉ રણજીત મોહન અંજનાના જણાવ્યા અનુસાર પુડુચેરી અને દિલ્હીમાં ડાયાબિટીસ અને પ્રી-ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા લગભગ સમાન છે. આ સ્થિતિમાં આ રોગ સ્થિર સ્થિતિમાં છે. પરંતુ ચિંતાની વાત એ છે કે જે રાજ્યોમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા ઓછી છે ત્યાં વૈજ્ઞાનિકોને પ્રી-ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા વધુ જોવા મળી છે. તબીબોના મતે પ્રી-ડાયાબિટીસના એક તૃતીયાંશ લોકો આગામી થોડા વર્ષોમાં ડાયાબિટીસના દર્દી બનવા જઈ રહ્યા છે અને બાકીના એક તૃતીયાંશ લોકો પ્રી-ડાયાબિટીક રહી શકે છે. આ સ્થિતિમાં બાકીના લોકો તેમની દિનચર્યામાં સ્વસ્થ આહાર, સારી જીવનશૈલી અને કસરત જેવી બાબતોને સામેલ કરીને આ ખતરાને દૂર કરી શકે છે.