આજથી કેરળમાં મેઘરાજાની એન્ટ્રી થઇ ચૂકી છે. ભારતીય હવામાન વિભાગે જણાવ્યું કે, કેરળમાં ચોમાસું 1 જૂનની બેસવાની સંભાવના હતી જે સામાન્ય તારીખથી 7 દિવસ મોડું છે. હવે તે આગામી ત્રણ-ચાર દિવસમાં કર્ણાટક અને તમિલનાડુ પહોંચે તેવી શક્યતા છે.
મહારાષ્ટ્ર અને ગોવામાં એક સપ્તાહ બાદ ચોમાસું દસ્તક આપી શકે છે. તે જ સમયે, ઉત્તર ભારતમાં ચોમાસું આ મહિનાના અંત સુધીમાં રાજધાની દિલ્હીમાં પહોંચવાની સંભાવના છે.
Advertisement
દેશમાં ચોમાસાનો પ્રથમ વરસાદ કેરળમાં થયો છે. આ વખતે દેશમાં ચોમાસું એક સપ્તાહ મોડું થયું છે. જો કે હવામાનશાસ્ત્રીઓ કહે છે કે, આનાથી વરસાદ પર કોઈ અસર નહીં થાય. હવામાન વિભાગે આ વખતે ચોમાસું સામાન્ય રહેવાની આગાહી કરી છે.