Proud of Gujarat
FeaturedGujaratINDIA

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓલમ્પિકમાં ભાગ લઈને પાછા ફરેલા ખેલાડીઓની મેજબાની કરી.

Share

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓલમ્પિકમાં ભાગ લઈને પાછા ફરેલા ખેલાડીઓની મેજબાની કરી હતી. પીએમ નિવાસ સ્થાને એક સામાનય પાર્ટી સાથે મોદીએ ખેલાડીઓ સાથે સારી એવી વાતચીત કરી. ઓલમ્પિકના અનુભવો વિશે જાણ્યું, પસંદગીની વસ્તુઓ વિશે પૂછ્યું અને પોતાની વાત પણ કરી. ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીતનારા નીરજ ચોપરાને પીએમ મોદીએ પૂછ્યું કે તેમણે આટલા લાંબા અંતર સુધી ભાલો ફેંક્યો કેવી રીતે.પીવી સિંધુએ તેમને બેડમિન્ટન રેકેટ ગિફ્ટ કર્યું તો પીએમ મોદીએ કહ્યું કે હું તેની હરાજી કરાવીશ.

બોક્સિંગમાં બ્રોન્ઝ જીતનારી લવલીનાએ પીએમ મોદીને ગ્લોવ્સ ભેટ કર્યા. આવો જાણીએ પીએમ મોદીએ ખેલાડીઓ સાથે શું વાતચીત કરી. પીએમ મોદીએ નીરજ ચોપરા સાથે હળવાશની પળો માણી. તેમણે કહ્યું કે વિજય તમારા માથે ચડી જતો નથી, પરાજય તમારા મનમાં બેસતો નથી. બંને ચીજો ખુબ જરૂરી છે. મે જ્યારે પણ તમારી સાથે વાત કરી છે, ત્યારે દર વખતે બેલેન્સ ચીજો જોઈ છે. પીએમ મોદીએ નાશ્તામાં નીરજને તેમનું પસંદગીનું ચૂરમું ખવડાવ્યું. ત્યારબાદ મજાકિયા અંદાજમાં કહ્યું કે પરંતુ આ તમારું ચૂરમું તમને ખુબ પરેશાન કરવાનું છે. માની લો… પછી પીએમ મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી સંલગ્ન એક કિસ્સો સંભળાવ્યો. આ કિસ્સા વિશે જણાવતા તેમણે કહ્યું કે અટલજી પહેલા પાર્ટીનું પણ કામ કરતા હતા તો ખુબ આવવા જવાનું થતું હતું. અનેક પરિવારોમાં ખાવાનું પણ થતું હતું. કોઈ પરિવારમાં ભોજન માટે ગયા હતા. બાદમાં મીડિયાવાળા પહોંચી ગયા તો તેમણે જણાવ્યું કે ગુલાબ જાંબુ ખુબ સારા હતા. હવે તો ખબર આખા દેશમાં છપાઈ ગઈ. પછી અટલજી જ્યાં જતા હતા ત્યાં દરેક જગ્યાએ ગુલામ જાંબુ ….પછી તો ખુબ કંટાળી ગયા. એક સર્ક્યુલર બહાર પડ્યો કે અટલજી આવશે તો ગુલાબ જાંબુ નહીં, કઈ બીજુ પણ ખવડાવજો.

નીરજે જણાવ્યું કે અમે 12 લોકો હોઈએ છીએ, ફાઈનલમાં સાથે રમીએ છીએ, અમારે અમારા પરફોર્મન્સ પર ધ્યાન આપવાનું હોય છે. કોશિશ એ રહે છે કે બીજાના પરફોર્મન્સ પર ધ્યાન ન આપો, તેમના પરફોર્મન્સથી નર્વસ પણ ન થાઓ.

Advertisement

Share

Related posts

ભરૂચ : બી.પી.એલ કાર્ડ ધારકોને સસ્તુ અનાજ ન મળતા જયભારત ઓટો રિક્ષા એસોસિએશન દ્વારા મામલતદારને રજૂઆત.

ProudOfGujarat

પ્રખ્યાત કવિ કેદારનાથ સિંહે ડૉ. સાગરની કવિતાઓ પર શું કહ્યું…જાણો.

ProudOfGujarat

અંકલેશ્વર- નગર પાલિકા શિક્ષણ સમિતિના ચેરમેનની પ્રશંસનીય કામગીરી,૧૨૫ વિધવા માતાઓને વિધવા સહાય યોજના અંગે માહિતગાર કરી યોજનાના લાભાર્થી બનાવવા પ્રક્રિયા કરાવી હતી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!